________________
૨૦૯
0 સિદ્ધસુખવિંશિકાઓ
અવતરણિકા:
સાતમી ગાથામાં સુખની રાશિ બુદ્ધિથી કઈ રીતે પ્રાપ્ત થઈ શકે તે બતાવ્યું. ત્યાં જિજ્ઞાસા થાય કે સિદ્ધમાં સુખની માત્રા કેટલી હશે? તે બતાવવા કહે છે -
एसो पुण सव्वो वि उ निरइसओ एगरूवमो चेव । सव्वाबाहाकारणखयभावाओ तहा नेओ ॥८॥ एष पुनः सर्वोऽपि हि निरतिशय एकरूपश्चैव । सर्वाऽऽबाधाकारणक्षयभावात्तथा ज्ञेयः ॥८॥
અqયાર્થ:
gો પુખ સલ્લો વિસ વળી સર્વ પણ આકસિદ્ધના સુખનો રાશિ નિલમ શ્વમો વેવ નિરતિશય એકરૂપ જ છે. (સિદ્ધના સુખનો રાશિ આવી છે તે કેવી રીતે જાણવું? તેથી કહે છે) સવ્વાલાદવIRMઉયમાવાનો સર્વ બાધાના કારણોનો ક્ષય થવાથી (સિદ્ધના સુખનો રાશિ) તા ને તે પ્રકારનો નિરતિશય જાણવો.
૩પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ:
વળી, સિદ્ધના સુખનો સર્વ પણ રાશિ નિરતિશય એકરૂપ જ છે. (સિદ્ધના સુખનો રાશિ આવી છે તે કેવી રીતે જાણવું? તેથી કહે છે કે, સર્વ બાધાના કારણોનો ક્ષય થવાથી સિદ્ધના સુખનો રાશિ નિરતિશય એકરૂપ જાણવો.
ભાવાર્થ:
સાતમી ગાથામાં સુખના રાશિની પ્રાપ્તિ બતાવી. બાહ્ય વ્યાબાધાના ક્ષયથી થનારો ક્ષયોપશમભાવની અવસ્થામાં વર્તતો જે સુખનો રાશિ હોય છે, તે તરતમતાના ભેદથી અનેક ભેદવાળો હોય છે. જ્યારે સિદ્ધના સુખનો રાશિ નિરતિશય એક જ ભેદવાળો હોય છે, અર્થાત્ એનાથી અતિશયિત કોઇ સુખ હોતું નથી. સંસારમાં જે સુખનો રાશિ છે તે તરતમતાવાળો છે અને અનેક સ્વરૂપવાળો પણ છે. કેમ કે જુદા જુદા પ્રકારની ઉત્સુકતાના શમનથી જુદા જુદા પ્રકારના સુખનો અનુભવ થાય છે, પરંતુ સિદ્ધના સુખનો રાશિ એક જ સ્વરૂપવાળો છે. કેમ કે સિદ્ધ અવસ્થામાં સર્વ બાધાના ક્ષયને કારણે જ્ઞાનમય જીવ સર્વથા નિરાકુળભાવમાં વર્તે છે. ૨૦-૮ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org