Book Title: Vinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
Uસિદ્ધસુખવિંશિકાd
૨૧૦
અવતરણિકા:
આઠમી ગાથામાં બતાવ્યું કે સિદ્ધનું સુખ નિરતિશય એકરૂપ છે. હવે, તે સુખ એકરૂપ કેવી રીતે છે તે બતાવતાં કહે છે -
न उ तह भिन्नाणं चिय सुक्खलवाणं तु एस समुदाओ। ते तह भिन्ना संतो खओवसम जाव जं हुंति ॥९॥ न तु तथा भिन्नानामेव सौख्यलवानां त्वेष समुदायः । ते तथा भिन्नाः सन्तः क्षयोपशमं यावद् यद्भवन्ति ।।९।।
અqયાર્થ:
a gવળી આ સિદ્ધના સુખનો રાશિ તદ તે પ્રકારે જે પ્રકારે સંસારના સુખનો રાશિ જુદા જુદા સુખલવોનો સમુદાય છે તે પ્રકારે મિન્ના વિય સુવઉત્તવાળ સમુલાસો ના ૩ ભિન્ન જ એવા સુખલવોનો સમુદાય નથી જ. (કેમ? તે બતાવતાં કહે છે.) જે કારણથી રાવ ઉોવરમ જ્યાં સુધી ક્ષયોપશમ છે ત્યાં સુધી તે તેસુખાશો ત૬ મિન્ના સંતો હુતિ તે પ્રકારે ભિન્ન હોય છે.
ગાથાર્થ:
વળી, સિદ્ધના સુખનો રાશિ સંસારના સુખના રાશિની જેમ ભિન્ન જ એવા સુખલવોનો સમુદાય નથી જ. કારણ કે જ્યાં સુધી ક્ષયોપશમભાવ હોય છે ત્યાં સુધી જ સુખાંશો તે પ્રકારે ભિન્ન હોય છે.
ભાવાર્થ:
સંસારનાં સુખોમાં એક શાતાનું સુખ છે અને બીજું રતિનું સુખ છે. આ બન્ને કર્મના ઉદયથી થનારાં સુખો છે. ત્રીજું ઉપશમભાવનું સુખ છે જે આત્માના સ્વભાવરૂપ છે, અને ચોથે મોક્ષનું અવ્યાબાધ સુખ છે તે આત્માના સ્વભાવરૂપ છે.
કર્મના ઉદયથી જીવને અનુકૂળ વિષયોની પ્રાપ્તિથી શાતાનો અનુભવ થાય છે, તે શાતાનું સુખ છે. આ સુખ પહેલા ગુણસ્થાનકથી ૧૪માં ગુણસ્થાનક સુધી હોય છે.
સંસારનું બીજું સુખ રતિનું સુખ છે, જે રતિમોહનીયના ઉદયથી આહ્વાદના પરિણામરૂપ છે. જે જીવોને સંસારના ઇષ્ટ પદાર્થો પરત્વે રાગ હોય છે, તેવા જીવોને જ્યારે ઇષ્ટ પદાર્થોની પ્રાપ્તિ થાય છે ત્યારે રતિનો અનુભવ થાય છે. આ સુખ મોહના ઉદયથી સંસારી જીવોને હોય છે. આ સુખ પહેલા ગુણસ્થાનકથી માંડીને પ્રમત્ત ગુણસ્થાનક સુધીના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240