Book Title: Vinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 224
________________ ૨૧૩ 0 સિદ્ધસુખવિંશિકાd થાય છે તેનો જ પ્રકર્ષ સિદ્ધોને છે તેમ માનીએ તો શું વાંધો? કેમ કે તેમ માનવાથી સિદ્ધોના સુખના રાશિની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી કહે છે કે પ્રકૃષ્ટ સુખ પણ ક્ષયોપશમભાવના પ્રકર્ષવાળું નથી. ત્યાં પ્રશ્ન થાય કે પ્રકૃષ્ટ સુખ ક્ષયોપશમભાવના પ્રકર્ષવાળું કેમ નથી? તેથી કહે છે કે ઘણા વિષના કણિયાથી યુક્ત અમૃત પણ કેવળ અમૃત નથી. અહીં અમૃત શબ્દથી સુખ ગ્રહણ કરવાનું છે અને વિષ શબ્દથી કષાયનો ઉદય ગ્રહણ કરવાનો છે. ક્ષયોપશમભાવવાળું જે સુખ છે, ત્યાં ક્ષયોપશમ ભાવમાં કર્મનો ક્ષય અને ઉપશમ બન્ને છે. ક્ષયોપશમભાવમાં કર્મના ઉદય દ્વારા જ કર્મનો ક્ષય થાય છે. તેથી ક્ષયોપશમ ભાવમાં કર્મનો ઉદય પણ જોડાયેલો છે, જે વિષરૂપ છે અને તેમાં કર્મનું વિગમન પણ જોડાયેલું છે. આથી જ દશમાં ગુણસ્થાનક સુધી કષાયનો ઉદય પણ હોય જ છે, અને તે કર્મના વિગમનથી થનારું જે સુખ છે તે અમૃતરૂપ છે. આમ ક્ષયોપશમભાવવાળા સુખમાં કર્મના ઉદયકૃત કાયરૂપ વિષ મિશ્રિત છે. તેથી તે કેવળ સુખરૂપ નથી, પરંતુ કંઇક દુઃખાંશોથી મિશ્રિત એવું સુખ છે. અહીં વિશેષ એ છે કે સંપૂર્ણ મોહનીયકર્મના વિગમનથી શુદ્ધ નિરાકુળ ચેતના પ્રગટે છે, જે પૂર્ણ સુખરૂપ છે. અંશે અંશે ક્ષયોપશમભાવથી આંશિક ચેતના ખુલે છે અને તે જ ક્ષયોપશમભાવનું સુખ પ્રકર્ષવાળું હોય તો પણ કર્માશોથી અનુવિદ્ધ ચેતના સ્વરૂપ છે. તેથી ક્ષયોપશમભાવમાં પ્રકૃષ્ટ સુખ હોઇ શકે નહીં. ૨૦-૧૦I અવતણિકા: - છઠી ગાથામાં બતાવ્યું હતું કે સિદ્ધના સુખનો રાશિ સર્વકાળથી ગણવામાં આવે અને ત્યાર પછી તેનાં અનંત વર્ગમૂળ કાઢવામાં આવે તો પણ સર્વ આકાશમાં સમાય નહીં એટલા સિદ્ધના સુખના અંશો છે. ત્યાર પછી ગાથા આઠમાં અને નવમી ગાથાના પૂર્વાર્ધમાં બતાવ્યું કે સિદ્ધનું સુખ, સુખાશોના સમુદાયરૂપ નથી પરંતુ નિરતિશય એકરૂપ છે. આ બન્ને ગાથાનાં કથનો સ્થૂલદષ્ટિથી પરસ્પર વિરોધી દેખાય, પરંતુ તેનો વિરોધ નથી તે બતાવવા માટે કહે છે सव्वद्धासंपिंडणमणंतवग्गभयणं च जं इत्थ । सव्वागासामाणं चऽणंततइंसणत्थं तु ॥११॥ सर्वाद्धासंपिण्डनमनन्तवर्गभाजनं च यदत्र । सर्वाकाशमानं चानन्ततदर्शनार्थं तु ॥११॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240