________________
સિદ્ધસુખવિંશિકા
ગાથાર્થ:
ત્રીજી અને ચોથી ગાથામાં દષ્ટાંત દ્વારા જે સિદ્ધનું સુખ બતાવ્યું, એ અનુભવસિદ્ધ છે. ફક્ત રોગીને આરોગ્યના સુખની જેમ સંસારી જીવ માટે તે સંવેદનનો વિષય બનતું નથી. તે પ્રકારે આ સમ્યગ્ ચિંતવવું જોઇએ.
ભાવાર્થ:
ગાથા
-
૩ અને ૪માં દૃષ્ટાંતથી મોક્ષનું સુખ બતાવ્યું. તે દૃષ્ટાંતથી સમ્યગ્ વિચારવામાં આવે તો મોક્ષમાં સુખ છે તે વાત વિચારકોને અનુભવસિદ્ધ થાય. જેમ આપણા પૂર્વજો સાક્ષાત્ દેખાતા ન હોય તો પણ આપણા અસ્તિત્વના બળથી તેઓ નક્કી હતા તે વાત અનુભવસિદ્ધ છે. તે જ રીતે સર્વ શત્રુ આદિનો ક્ષયાદિ થાય તો જીવને અનંત સુખ થાય એ વાત પણ અનુભવસિદ્ધ છે. તો પ્રશ્ન થાય કે સિદ્ધના જેવા સુખનો આપણને અનુભવ કેમ થતો નથી? તેથી કહે છે કે જેમ રોગીને આરોગ્યનું સુખ સંવેદનનો વિષય બનતું નથી, રોગી આરોગ્યના સુખનું અનુમાન કરીને તેનો અનુભવ કરી શકે છે પણ પોતે નિરોગી નહીં હોવાથી આરોગ્યનું સુખ તેના સંવેદનનો વિષય નથી બનતું; તેમ સંસારવર્તી જીવો સિદ્ધ અવસ્થાને પામેલા નહિ હોવાથી તેવા પ્રકારના સુખનું સંવેદન તેઓ નથી કરી શકતા. તે પ્રકારે અર્થાત્ આ ગાથામાં જે પહેલાં કહ્યું તે પ્રમાણે આ બુદ્ધિમાં ઉપસ્થિત પદાર્થનું સમ્યગ્ ચિંતવન કરવું જોઇએ, જેથી દૃષ્ટાંતના બળથી મોક્ષમાં અનંત સુખ છે એવી દૃઢ પ્રતીતિ થાય, અને તો જ જીવ મોક્ષને મેળવવા માટે સમ્યગ્ ઉદ્યમવાળો બને.૨૦-૫]]
અવતરણિકા:
ગાથા
-
૨ માં કહેલ કે દૃષ્ટાંતથી, આગમથી અને યુક્તિથી સિદ્ધના સુખને હું કહીશ. ત્યારબાદ ત્રીજી અને ચોથી ગાથામાં દૃષ્ટાંતથી સિદ્ધનું સુખ બતાવ્યું. અને પાંચમી ગાથામાં તે દૃષ્ટાંતથી બતાવેલા સુખનું નિગમન કર્યું. હવે, આગમથી સિદ્ધના સુખને બતાવે છે
सिद्धस्स सुक्खरासी सव्वद्धापिंडिओ जइ हविज्जा । सोऽणंतवग्गभइओ सव्वागासे ण माइज्जा ||६|| सिद्धस्य सौख्यराशिः सर्वाद्धापिण्डितो यदि भवेत् । सोऽनन्तवर्गभाजितः सर्वाकाशे न मायात् નાદા
૨૦૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org