Book Title: Vinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 214
________________ ૨03 . સિદ્ધસુખવિંશિકા અqયાર્થ: ___ जं थी. सव्वसत्तु तह सव्ववाहि सव्वत्थ सव्वमिच्छाणं હવામનો પત્તીર્દિ સર્વ શત્રુઓના ક્ષયથી, તથા સર્વ વ્યાધિના વિગમનથી તથા સર્વ અર્થોના યોગથી અને સર્વ ઇચ્છાઓની પ્રાપ્તિથી રોફ (મોક્ષ) થાય છે તો માંતમિળે તે કારણથી આ= (મોક્ષનું સુખ) અનંત છે. ગાથાર્થ: જે કારણથી સર્વ શત્રુઓના ક્ષયથી, તથા સર્વ વ્યાધિના વિગમનથી, તથા સર્વ અર્થોના યોગથી અને સર્વ ઇચ્છાઓની પ્રાપ્તિથી (મોક્ષ) થાય છે, તે કારણથી મોક્ષનું સુખ અનંત છે. ભાવાર્થ: મોક્ષનું સુખ અનંત કેમ છે, તે બતાવવા આ ગાથામાં ગ્રંથકાર કહે છે કે સર્વ શત્રુઓના ક્ષયથી મોક્ષમાં શત્રુકૃત કોઇપણ ઉપદ્રવ નથી. સર્વ વ્યાધિઓનો નાશ થવાથી મોક્ષમાં વ્યાધિકૃત ઉપદ્રવ પણ નથી. આ બે કથન દ્વારા ઉપદ્રવના અભાવથી થનારું સુખ બતાવ્યું. હવે કયું સુખ પ્રાપ્ત થાય છે તે બતાવવા કહે છે કે, સર્વ ઇષ્ટ અર્થનો યોગ થવાથી જીવને જે આનંદ પેદા થાય છે અને સર્વ ઇચ્છાઓ પૂર્ણ થવાથી જે સુખ થાય છે તેવું મોક્ષનું સુખ છે. તેથી મોક્ષનું સુખ અનંત છે. - અહીં વિશેષ એ છે કે સંસારમાં જીવના અનેક શત્રુઓ હોય છે અને તેની પજવણીનો પણ પાર નથી હોતો. આવા અનેક શત્રુઓમાંથી એક પણ શત્રુનો જો નાશ થાય તો પણ તેને અત્યંત આનંદ થાય છે, તો સર્વ શત્રુઓનો નાશ થાય તો કેવો આનંદ થાય! તે જ રીતે કોઈ આત્મા અનેક વ્યાધિથી પીડાઈ રહ્યો હોય ત્યારે, જો અનેક વ્યાધિકૃત પીડામાંથી માત્ર એકાદ વ્યાધિની પીડા પણ જો નાશ પામે તો તેને આનંદ થાય છે. તેમ જ સર્વ વ્યાધિ નાશ પામે તો કેવો આનંદ થાય! જગતમાં સારા પદાર્થોમાંથી એક પદાર્થનો પણ યોગ થાય તો આનંદ થાય છે તો કોઈ આત્માને સર્વ સારા પદાર્થોનો યોગ થાય તો કેવો આનંદ થાય! તે જ રીતે કોઇ આત્માને ઘણી ઇચ્છા હોય તેમાંથી કોઈક એકાદ ઇચ્છા પૂરી થાય તો પણ આનંદ થાય છે, તો જેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય તો કેવો આનંદ થાય! તેવું મોક્ષનું સુખ છે. તેથી મોક્ષનું સુખ અનંત છે. ૨૦-3થી અવતરણિકા: પૂર્વની ગાથામાં બતાવ્યું કે સર્વ શત્રુ આદિના ક્ષયાદિથી મોક્ષ થાય છે, તેથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240