________________
૨૦૨
Uરિસદ્ધસુખવિંશિકાd. અવિમુકતસિદ્ધિવિલય બતાવીને ભગવાન મહાવીર મોક્ષમાં ગયા પછી ત્યાંથી ફરી ક્યારેય સંસારમાં પાછા આવતા નથી તે બતાવેલ છે. તેનાથી કેટલાક માને છે કે મોક્ષમાં ગયા પછી પણ તીર્થના વિનાશને જોઈએ ભગવાન ફરી જન્મ લે છે તેનું નિરાકરણ થાય છે, વળી, તે સિદ્ધિનું સુખ પ્રકૃષ્ટ છે તે બતાવવા માટે બીજા શ્લોકમાં પરમ શબ્દ કહેલ છે. તે સુખ સાક્ષાત્ દેખાડી શકાય તેમ નથી, તે પ્રમાણે તેને બતાવવા માટે કોઈ ઉપમા પણ આપી શકાય તેમ નથી. તેથી તેને ઉપમારહિત કહેલ છે.
- આમ છતાં, મધ્યમ જનના બોધ માટે દષ્ટાંત, શાસ્ત્રવચન અને યુક્તિથી સિદ્ધિના સુખને પોતે લેશે ઉદ્દેશથી અર્થાત્ લેશ બોધ કરાવવાના ઉદ્દેશથી પ્રસ્તુત વિંશિકામાં યત્ન કરે છે. અહીં મધ્યમ જન એટલા માટે કહેલ છે કે અતિ મંદ બુદ્ધિવાળા જીવો સિદ્ધિસુખને સમજી શકે એવા નથી, અને અતિ પટુ બુદ્ધિવાળા તો સિદ્ધિ અવસ્થાનું સ્વરૂપ બતાવવાથી જ સિદ્ધ અવસ્થાનાં સુખને સ્વયં સમજી શકે એવા છે. માટે તેઓને સિદ્ધના સ્વરૂપના વાર્ગનથી જ તેમને સિદ્ધિના સુખનો બોધ થઇ જાય છે. પરંતુ મધ્યમ બુદ્ધિવાળા લોકને જ શંકા થાય કે, સિદ્ધિમાં ભોગ-વિલાસ કાંઈ નથી, ફક્ત શરીરરહિત અને કર્મરહિત આત્મા છે. તેથી ત્યાં સુખ છે કે સુખનો અભાવ છે? તેના સમાધાન માટે દષ્ટાંત, આગમવચન અને યુક્તિથી લેશે ઉદ્દેશથી સિદ્ધિના પ્રકૃષ્ટ સુખને બતાવે છે. દષ્ટાંત દ્વારા બતાવવાથી મધ્યમ બુદ્ધિવાળા જીવને કાંઇક બોધ થાય, અને તેને જ દઢ કરવા માટે આગમવચનથી પણ ગ્રંથમાં બતાવશે. જેથી, મધ્યમ બુદ્ધિવાળાને આગમવચનના બળથી સિદ્ધિસુખ પ્રત્યે વિશેષ આસ્થા પ્રગટે, અને વળી યુક્તિથી બતાવવાથી મધ્યમ જન પણ કાંઇક નિર્ણય કરી શકે કે સિદ્ધમાં સુખ છે. આમ છતાં, સિદ્ધિનું પૂર્ણ સુખ કોઇ રીતે પણ બતાવી શકાય એમ નથી.તેથી કહે છે કે લેશ બતાવવાના ઉદ્દેશથી સિદ્ધિના સુખને હું કહીશ.li૨૦-૧/ રા.
અવતરણિકા:
પૂર્વ શ્લોકમાં બતાવ્યું કે દષ્ટાંત, આગમ અને યુક્તિથી મધ્યમજનના બોધ માટે સિદ્ધિના સુખને લેશ ઉદ્દેશથી કહીશ. તેથી ક્રમ પ્રમાણે પ્રથમ દૃષ્ટાંત દ્વારા સિદ્ધિનું સુખ બતાવે છે -
जं सव्वसत्तु तह सव्ववाहि सव्वत्थ सव्वमिच्छाणं । खयविगमजोगपत्तीहिं होइ तत्तो अणंतमिणं ॥३॥ यत्सर्वशत्रूणां तथा सर्वव्याधीनां सर्वार्थानां सर्वेच्छानाम् । क्षयविगमयोगप्राप्तिभिर्भवति ततोऽनन्तमिदम् ॥३॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org