Book Title: Vinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 205
________________ ૧૯૪ mસિદ્ધવિભકિતવિંશિકાd उत्तमपदप्रतिषेधस्तु तासां सहकारियोग्यताऽभावे । निजवीर्येण तु तथा केवलमपि हन्त अविरुद्धम् ।।१२।। અqયાર્થઃ ૩ તાસિં વળી તેઓમાં સરિણાયામ સહકારીયોગ્યતાના અભાવમાં ૩મયપરિસેરો ઉત્તમ પદની પ્રતિષેધ (કહેવાયો છે) ૩ તહાં નિયરિણા પરંતુ તેવા પ્રકારના નિજવીર્યથી હૃતિ વતમવિ વિરુદ્ધ ખરેખર કેવળજ્ઞાન પણ અવિરુદ્ધ છે. ગાથાર્થ: વળી તેઓમાં સ્ત્રીઓમાં, સહકારીયોગ્યતાના અભાવમાં ઉત્તમ પદની પ્રતિષેધ કહેવાય છે, પરંતુ તેવા પ્રકારના નિજવીર્યથી ખરેખર કેવળજ્ઞાન પણ અવિરુદ્ધ છે. વતમવિ અહીં આથી એ કહેવું છે કે સ્ત્રીઓને રત્નત્રયીરૂપ ભાવલિંગ તો અવિરુદ્ધ છે, પરંતુ કેવળજ્ઞાન પણ અવિરુદ્ધ છે. ભાવાર્થ: સ્ત્રીઓને સ્ત્રીભવમાં પ્રાયઃ કરીને ચક્રવતીપણું આદિ ઉત્તમ પદો પ્રાપ્ત થતાં નથી, અને આથી જ ત્રેસઠ શલાકામાં બતાવેલાં સર્વ ઉત્તમ પદો પુરુષને જ પ્રાયઃ પ્રાપ્ત થાય છે. તેનું કારણ સ્ત્રીભવમાં તે પદની પ્રાપ્તિને અનુકૂળ એવી સહકારી પુણ્યપ્રકૃતિઓ પ્રાપ્ત થયેલી હોતી નથી. માટે સ્ત્રી શરીરવાળા જીવોને ઉત્તમ પદના કારણભૂત એવા સહકારી કારણોને મેળવવાની યોગ્યતા નથી, તેને કારણે તેઓને ઉત્તમ પદની પ્રતિષેધ કરેલ છે. જ્યારે કેવળજ્ઞાન તો પોતાના વીર્યથી પ્રગટ કરવાનું છે, અને કેવળજ્ઞાનને પ્રગટ કરવા માટે આવશ્યક એવો મનુષ્યભવ, પંચેન્દ્રિયપણું આદિ સહકારી કારણો તો સ્ત્રીઓને છે જ, માટે ક્ષપકશ્રેણીને અનુકૂળ એવા નિજ વીર્યથી સ્ત્રીઓને કેવળજ્ઞાન સ્વીકારવું તે અવિરુદ્ધ છે. અહીં વિશેષ એ છે કે સામાન્ય રીતે સ્ત્રીભવમાં સહકારી પુણપ્રકૃતિનો અભાવ હોવાને કારણે ઉત્તમ પદો મળતાં નથી, તો પણ અચ્છેરારૂપે મલ્લિનાથ ભગવાનને ઉત્તમ એવા તીર્થંકરપદની પ્રાપ્તિ પણ થઇ જ છે. ૧૯-૧૨ા અવતરણિકા: ગાથા - ૬ થી ૧૨ સુધી સ્ત્રીઓને મુક્તિ નથી એ પ્રકારની દિગંબરની માન્યતાનું નિરાકરણ કરીને, હવે એક સમયમાં ઉત્કૃષ્ટથી કોણ, કેટલા સિદ્ધ થાય છે તે બતાવવા અર્થ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240