________________
રિપદ્ધવિભકિતવિંશિકાઓ.
૧૯૦ ગાથાર્થ:
તે-સાતમી ગાથામાં કહેલું નવમું ગુણસ્થાનક, અનિવૃત્તિનાદર નિયમથી અહીં= મનુષ્યભવમાં, શ્રેણીને સમાપ્ત કરે છે. અને શ્રેણીથી કેવલજ્ઞાન થાય છે અને કેવલજ્ઞાન થયે છતે જન્મનો ક્ષય થતાં સિદ્ધિ=મોક્ષ થાય છે. ભાવાર્થ:- સાતમી ગાથામાં કહેલ કે નવમું ગુણસ્થાનક અનિવૃત્તિનાદર ગુણસ્થાનક છે, અને તે અહીં ક્ષપકશ્રેણીવાળાને ગ્રહણ કરવાનું છે, ઉપશમશ્રોણીવાળાને નહીં. અને તે અનિવૃત્તિબાદગુણસ્થાનક નકકી શ્રેણીને સમાપ્ત કરે છે, પરંતુ વચમાં વિશ્રાંત પામે નહિ. શ્રેણીની સમાપ્તિ થવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. તેથી સ્ત્રી નવમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે તે વચનથી નક્કી થાય છે કે સ્ત્રીઓને કેવળજ્ઞાન થાય છે, અને કેવળજ્ઞાન થયા પછી વિદ્યમાન જન્મનો ક્ષય થાય ત્યારે અવશ્ય મોક્ષ પ્રાપ્ત થાય છે. તેથી સ્ત્રીઓને મોક્ષ થાય છે તે વાત શાસ્ત્રથી સિદ્ધ થાય છે. II૧૯-૮ અવતરણિકા:- ૯
સાતમી ગાથામાં કહેલ કે સિદ્ધના પંદર ભેદોના આધારે પણ નકકી થાય છે કે સ્ત્રીને મુકિત છે. તેનું સમાધાન દિગંબર આ પ્રમાણે કરે કે કેવળજ્ઞાન તો પુરુષને જ થાય છે, પરંતુ જે પુરુષ ક્ષપકશ્રેણીમાં સ્ત્રીવેદનું સંક્રમણ કરીને, પ્રથમ સ્ત્રીવેદની સત્તાનો ઉચ્છેદ કરે, તે સ્ત્રીલિંગસિદ્ધ કહેવાય. તેનું નિરાકરણ કરતાં કહે છે -
पुरिसस्स वेयसंकमभावेणं इत्थ गमणिगाऽजुत्ता । इत्थीण वि तब्भावो होइ तया सिद्धिभावाओ ॥९॥ पुरुषस्य वेदसंक्रमभावेनात्र गमनिकाऽयुक्ता ।
स्त्रीणामपि तद्भावो भवति तदा सिद्धिभावात् ।९।। અqયાર્થ:
સ્થીળ વિ સ્ત્રીઓને જ (જ્યારે) તભાવો રોડ તે ભાવ=ક્ષપકશ્રેણીનો નવમા ગુણસ્થાનકનો ભાવ થાય છે તથા સિદ્ધિમાવાગો ત્યારે સિદ્ધિ થતી હોવાથી રૂત્ય અહીં સિદ્ધના પંદર ભેદોમાંથી સ્ત્રીલિંગસિદ્ધ, પુરુષલિંગસિદ્ધ અને નપુંસકલિંગસિદ્ધ સ્વરૂપ ત્રણ ભેદની સંગતિ કરવામાં પુસિસ પુરુષને વેયસંક્રમમાં સ્ત્રીવેદના સંક્રમણના ભાવથી એટલે કે સ્ત્રીવેદના સંક્રમણ દ્વારા પ્રથમ સ્ત્રીવેદનો સત્તામાંથી નાશ થાય છે એમ સ્વીકારીને મળTSનુ ગમણિકા=સમાધાન કરવું અયુક્ત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org