________________
७१
Uભિક્ષાઅંતરાયશુદ્ધિલિંગવિંશિકા D શ્લોકના પૂર્વાર્ધમાં ઉપયોગનું લક્ષણ કર્યું ત્યાં પ્રશ્ન થાય કે ભિક્ષા માટે જતાં પહેલાં યતિઓ ઉપયોગની ક્રિયા કરે છે એ વાત તો બરાબર, પરંતુ યતિઓ ભિક્ષા માટે જાય છે કેમ?
શું તેઓને શરીર પ્રત્યે મમત્વ છે માટે જાય છે? શું જીવવાની ઇચ્છા છે માટે ભિક્ષા લેવા જાય છે? શું આહારાદિ દ્વારા શાતાની પ્રાપ્તિ કરવા માટે તેઓ ભિક્ષા લેવા જાય છે?
આવા અનેક પ્રશ્નોનો જવાબ આપવા માટે શ્લોકના ઉત્તરાર્ધમાં ગ્રંથકાર કહે છે કે કાળની અપેક્ષાથી તે પ્રકારે ભિક્ષા આપનાર વ્યક્તિના અનુગ્રહ માટે અને સંયમને અનુકૂળ એવા પોતાના દેહના અનુગ્રહ-ઉપકાર માટે સાધુ ભિક્ષાએ જાય છે.
કાળની અપેક્ષાથી એવું કહીને ગ્રંથકાર જણાવે છે કે સાધુ ભિક્ષા લેવા ઉચિત કાળ હોય ત્યારે જ જાય છે અન્ય કાળે નહીં.
ગુણસ્થાનકને સ્પર્શેલો સાધુ શરીર પ્રત્યે પણ નિરપેક્ષ હોય છે, તેઓ શાતાના પણ અર્થી નથી હોતા. તેઓને માત્ર મોક્ષને અનુકૂળ ચિત્ત પેદા કરવું હોય છે. આવું ચિત્ત પેદા કરવા માટેનો યત્ન, જો દેહ શિથિલ હોય તો શિથિલ થાય છે. તેથી દેહને અનુગ્રહ કરીને ઉત્તમ ચિત્તની નિષ્પત્તિ કરવાના આશયથી જ સાધુ શાસ્ત્રનાં વચનો પ્રમાણે ભિક્ષ. માટે યત્ન કરે છે.
આવા સાધુઓને મહાત્મારૂપે સમજીને જેઓ ભિક્ષા આપે છે તેમને પણ પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ પુણ્યાનુબંધી પુણ્યથી જ તેઓને મોક્ષમાર્ગની પણ પ્રાપ્તિ થાય છે. આમ, મુનિની ભિક્ષા માટેની પ્રવૃત્તિથી ભિક્ષા આપનારને પણ ઉપકાર થાય છે.
આ પ્રમાણે મુનિ ભિક્ષા આપનારના ઉપકાર માટે અને સંયમસાધક શરીરના અનુગ્રહ માટે ઉચિત કાળે ભિક્ષા માટે જાય છે. ll૧૪-૨
અવતરણિકા:
પહેલી ગાથામાં બતાવ્યું કે ભિક્ષા માટે જતા મુનિઓ ઉપયોગને કરે છે, તેથી બીજી ગાથામાં ઉપયોગ શું છે તે બતાવ્યું. ત્યાં વળી પ્રશ્ન થાય કે મુનિ ભિક્ષા માટે જાય છે જ શું કામ? તેથી ત્યાં શ્લોકના ઉત્તરાર્ધમાં ભિક્ષાનું પ્રયોજન બતાવ્યું. ત્યાં પુનઃ પ્રશ્ન થાય કે ભિક્ષાનું પ્રયોજન તો જાણ્યું પણ ભિક્ષા માટે જતાં પહેલાં ઉપયોગની ક્રિયા કરવાનું શું પ્રયોજન છે? તેથી કહે છે -
Y-૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org