________________
ભિક્ષાઅંતરાયશુદ્ધિલિંગવિંશિકા
અન્વયાર્થ:
સામીપ્યથી યોગ જ્ઞોરૂ થાય છે.
સુજ્ઞાોએ સૂત્રાદિનો યોગ હોવાથી તો આ=ઉપયોગ સામીવેનું નોમો
90
(હવે યતિ ભિક્ષા માટે કેમ જાય છે તે બતાવતાં કહે છે કે -)
વાત્તાવિવશ્વાર્ કાળની અપેક્ષાથી તન્હા તે પ્રકારે બળવેત્તાણુ કાર્ જન (અને) દેહના અનુગ્રહ માટે (સાધુ ભિક્ષા માટે જાય છે.)
ગાથાર્થ:સૂત્રાદિનો યોગ હોવાથી ‘ઉપયોગ’ સામીપ્યથી યોગ થાય છે, અને કાળની અપેક્ષાથી તે પ્રકારે જન અને દેહના અનુગ્રહ માટે સાધુ ભિક્ષા માટે જાય છે. ભાવાર્થ:
ગાથાના પૂર્વાર્ધમાં ‘ઉપયોગ’નું લક્ષણ બતાવે છે. ‘ઉપ’ શબ્દ સામીપ્યના અર્થમાં વપરાય છે અને ‘યોગ’ શબ્દનો અર્થ “યોગનાત્ યોનઃ” એ પ્રમાણેની વ્યુત્પત્તિથી આત્માને મોક્ષની સાથે જોડનાર એવી ક્રિયા. આમ ઉપયોગ એટલે એવી ક્રિયા જે નજીકથી આત્માને મોક્ષની સાથે જોડે.
મુનિ ભિક્ષા માટે નીકળે તે પહેલાં તે પોતાના મનને ભગવાનના વચનાનુસાર તૈયાર કરે છે. ભગવાને બતાવેલી ભિક્ષાની શુદ્ધિનું સ્મરણ, ૪૨ દોષોની સ્મૃતિ તથા ભિક્ષા માટેનાં કારણોની વિચારણા કરીને, તે પ્રમાણે યત્ન કરવાના સંકલ્પપૂર્વક મુનિ ભિક્ષા માટે નીકળે છે. આથી જ તેની ભિક્ષાની ક્રિયા શાસ્ત્રાનુસારી બને છે. આમ ભિક્ષાની ક્રિયાને શાસ્ત્રાનુસારી કરવા માટે જે યત્ન કરાય છે તે માનસયત્નરૂપ આ ક્રિયા હોવાથી, અહીં તેના માટે ‘ઉપયોગ’ શબ્દ વાપરેલો હોય તેમ ભાસે છે.
Jain Education International
વળી સાધુની સર્વ ક્રિયા ભગવાનના વચનથી નિયંત્રિત હોય છે, તેથી તે સર્વ ક્રિયા આત્માને મોક્ષ સાથે જોડનાર છે. આ અપેક્ષાએ તો સર્વ ક્રિયા યોગ છે, પરંતુ પ્રસ્તુત ઉપયોગની ક્રિયા સૂત્રાદિના યોજનથી આત્માના નિર્લેપભાવને તીવ્ર કરવા અર્થે કરવામાં આવે છે, તેથી આ ઉપયોગની ક્રિયા સામીપ્યથી યોગ કહેવાય છે. અન્ય ક્રિયાઓ કરતાં વિશેષ પ્રકારના નિર્લેપભાવ પ્રત્યે જવાના સમીપભાવવાળી આ ક્રિયા છે, તેથી જ આ ક્રિયા ‘ઉપયોગ’ શબ્દથી બતાવી છે. વિચારતાં આવો અર્થ ભાસે છે, છતાં તત્ત્વ બહુશ્રુતો વિચારે.
For Personal & Private Use Only
www.jainelibrary.org