________________
7 ભિક્ષાઅંત૨ાયશુદ્ધિલિંગવિંશિકા
નિમિત્તની અશુદ્ધિ હોતે છતે ચૈત્યવંદન કરીને વળી પાછો ઉપયોગનો કાઉસ્સગ્ગ કરવો જોઇએ, અને નિમિત્તશુદ્ધિ પ્રાપ્ત થયે છતે ભિક્ષા માટે ગમન કરવું જોઇએ; અને વારંવાર નિમિત્તની અશુદ્ધિ જ પ્રાપ્ત થાય તો તે દિવસે ભિક્ષા માટે ન જવું જોઇએ.
૭૫
ગાથાર્થ:
ભાવાર્થ:
--
ઉપયોગનો કાઉસ્સગ્ગ કરતી વખતે જો નિમિત્તશુદ્ધિ ન દેખાતી હોય તો સાધુ ભિક્ષા માટે ન જતાં ત્યારે ચૈત્યવંદનની ક્રિયા કરે. કારણ કે ચૈત્યવંદન કર્યા પછી ચૈત્યવંદનકૃત શુભ અધ્યવસાયથી ફરી ઉપયોગના કાઉસ્સગ્ગ માટે પ્રયત્ન કરવામાં આવે તો નિમિત્તશુદ્ધિ પ્રાપ્ત થઇ શકે. આ રીતે ફરી ઉપયોગની ક્રિયા કરતાં નિમિત્તશુદ્ધિની પ્રાપ્તિ થાય તો સાધુ ભિક્ષા માટે જાય. આ રીતે ભગવાનના વચનાનુસાર સમ્યગ્ ભિક્ષાની ક્રિયા કરીને સાધુ ઘણી નિર્જરા કરી શકે છે.
ક્યારેક વારંવાર ચૈત્યવંદન કર્યા પછી પણ જો શુદ્ધ નિમિત્ત ન મળે, તો તે દિવસે સાધુ ભિક્ષા માટે ન જાય. બે ત્રણ વખત ચૈત્યવંદન કર્યા પછી પણ જો નિમિત્તશુદ્ધિ ન જ દેખાય, તો તે અશુદ્ધિ એવું સૂચવે છે કે ભિક્ષાની પ્રવૃત્તિથી પોતાને કંઇક નુકસાન થવાનો સંભવ છે, તેથી તે ભિક્ષા માટે ન જાય. જો શક્તિ હોય તો જે દિવસે નિમિત્ત શુદ્ધ ન દેખાય તે દિવસે સાધુ ઉપવાસ કરે અને શક્તિ ન હોય તો અન્ય સાધુ તેને ભિક્ષા લઇ આપે. આવો ઉચિત વ્યવહાર છે. I|૧૪-૫]
सुद्धे वि अंतराया एए परिसेहगा इहं हुंति । आहारस्स इमे खलु धम्मस्स उ साहगा जोगा ||६|| शुद्धेऽप्यन्तराया एते प्रतिषेधका इह भवन्ति 1 आहारस्येमे खलु धर्मस्य तु साधका योगाः || ६ ||
અન્વયાર્થ:
યુદ્ધે વિ (નિમિત્તોની) શુદ્ધિ હોતે છતે પણ " અંતરાયા આ=વક્ષ્યમાણ અંતરાયો હૈં આમાં=ભિક્ષામાં આહારલ્સ સેદા ğતિ આહારના પ્રતિષેધકો થાય છે. હતુ ૩ ખરેખર વળી મે આ=વક્ષ્યમાણ નોTM યોગો ધમ્મસ સાદા ધર્મના સાધક
છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org