________________
પ્રાયશ્ચિત્તવિંશિકા]
૧૨૨ પાપવિશેષ ગણવામાં આવે છે. તેથી તે પાપને આશ્રયીને મૂલ પ્રાયશ્ચિત્તને બદલે પારશ્ચિત પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે.
આનાથી એ ફલિત થાય છે કે આચાર્યાદિ પદવીવાળા ગીતાર્થ આત્મા પણ તેવા પ્રકારના કર્મોને પરવશ થઈને સાધ્વી સાથે કે રાજરાણી સાથે અનાચારનું સેવન કરે, અથવા તો કપાય-વિષયને આશ્રયીને કોઈ સાધુ કે સાધ્વીની હિંસા કરે કે તીર્થંકર આદિની આશાતના કરે કે કષાયને વશ થઇ રાજાનો વધ કરે, તો ત્યારે તેમને પારાંશ્ચિત પ્રાયશ્ચિત્ત આપવાનું હોય છે. (પંચાશક ૧૬ની ગાથા ૨૩ના આધારે આ અર્થ કરેલ છે.)
પારાંતિ પ્રાયશ્ચિત્ત અને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તમાં ભેદ એ છે કે, અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તમાં ઉચિત કાળ સુધી તપ કર્યા પછી ફરી દીક્ષા આપવામાં આવે છે, પરંતુ અનવસ્થાપ્ય કાળમાં સંયમના વેશમાં રહીને સંયમના આચારો પાળવાના હોય છે, અને તપાદિ અનુષ્ઠાન કરવાનાં હોય છે, જ્યારે પારાંશ્ચિત પ્રાયશ્ચિત્તના કાળમાં જઘન્યથી ૬ માસ અને ઉત્કૃષ્ટથી ૧૨ વર્ષ સુધી સાધુના વેશને ગોપવીને અન્ય વેશમાં રહીને, સંયમના આચારો પાળવાના હોય છે, અને ચતુર્થ ભક્તાદિ તપ દ્વારા ૬ માસથી માંડી ૧૨ વર્ષનો કાળ પૂરો કરવાનો હોય છે, અને ત્યારપછી ફરી દીક્ષા આપવામાં આવે છે. ll૧૬-૧ી.
અવતરણિકા:હવે પ્રાયશ્ચિત્તનું ફળ બતાવે છે –
एवं कुणमाणो खलु पावमलाभावओ निओगेण । सुज्झइ साहू सम्मं चरणस्साराहणा तत्तो ॥१५॥ एवं कुर्वाणः खलु पापमलाभावतो नियोगेन । शुध्यति साधुः सम्यक्चरणस्याराधना ततः ॥१७।।
અન્વયાર્થ:
હનું પર્વ કુળમાળો સહૂિ ખરેખર આ પ્રમાણે કરતો સાધુ પીવમનામાવો પાપમલના અભાવને કારણે નિગોળ નક્કી સુન્સ શુદ્ધ થાય છે, તો તેથી વરસ સન્મ મારફ ચારિત્રની સમ આરાધના થાય છે.
ગાથાર્થ:
ખરેખર આ પ્રમાણે કરતો સાધુ પાપમલના અભાવને કારણે નક્કી શુદ્ધ થાય છે, તેથી ચારિત્રની સમ્ય આરાધના થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org