________________
૧૬૧
યોર્ણાવિંશિકા આવરણો ખરી પડે છે અને જીવને કેવળજ્ઞાન થાય છે. કેવળજ્ઞાન સાથે બાકી રહેલ આયુષ્ય જ્યારે પૂર્ણ થવા આવે છે ત્યારે અયોગનો યોગ થાય છે અને જીવ અનંત સુખ ભોગવવા મોક્ષે સિધાવે છે. આમ, જીવ નિરાલંબન ધ્યાન દ્વારા ક્રમથી પરમ નિર્વાણ પ્રાપ્ત કરે છે.
અહીં વિશેષથી એ ધ્યાનમાં રાખવું કે યોગવિંશિકાની શરૂઆતમાં જે સ્થાનાદિ પાંચ યોગો બતાવ્યા હતા, તે જ યોગો ઇચ્છા-પ્રવૃત્તિ આદિ ચાર ભેદથી કમસર વૃદ્ધિ પામે છે. તે સ્થાનાદિ ઇચ્છાદિના કમથી વૃદ્ધિને પામીને અનાલંબનયોગનું કારણ બને છે. આગળ આપણે વિચારી ગયા કે આ અનાલંબનયોગ જ ક્રમસર પરમ નિર્વાણ પ્રાપ્ત કરાવે છે. તેથી સ્થાનાદિમાં કરાયેલો યત્ન મહાત્માઓ માટે મોક્ષરૂપ ફળમાં વિશ્રાન્ત થાય છે. આથી મોક્ષાર્થીએ સ્થાનાદિમાં દઢયત્ન કરવો જોઇએ. ll૧૭-૨૦
|| કુતિ સોવિંfer Hશી II
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org