________________
૧૬૫
pકેવલજ્ઞાનવિશિકાd ભાવાર્થ :
કેવલી કેવળજ્ઞાનથી લોક-અલોક સંપૂર્ણ જુએ છે અને સર્વ બાજુથી જુએ છે, અને તે લોક-અલોકના ભૂત, વર્તમાન અને ભવિષ્યના તમામ પર્યાયોને એક જ સમયે જુએ છે. તેથી જગતમાં તેના જ્ઞાનનો વિષય ન હોય તેવું કોઇ દ્રવ્ય નથી કે દ્રવ્યનો કોઇ પર્યાય નથી. આવા પ્રકારના પરિપૂર્ણ જ્ઞાનસ્વરૂપ કેવળજ્ઞાન છે. ll૧૮-3
૯ અહીં “સંભિવ્ર” લોક-અલોક કહેવાથી સંપૂર્ણ લોક-અલોક ગ્રહણ થાય છે, તો પણ લોક-અલોકના સર્વ પર્યાયોનું જ્ઞાન ગ્રહણ થતું નથી. તેને ગ્રહણ કરવા માટે “સર્વથી કહ્યું છે. આથી કેવળી સર્વ દ્રવ્યના સર્વ પર્યાયોને ગ્રહણ કરે છે તેવો અર્થ પ્રાપ્ત થાય.
અવતરણિકા:
પૂર્વની ગાથામાં બતાવ્યું કે, કેવલી ત્રણે ય કાળના સર્વ શેયને જુએ છે, ત્યાં પ્રશ્ન થાય કે, ભૂતકાળના ભાવો વર્તમાનમાં નથી હોતા અને ભવિષ્યના ભાવો પણ ભવિષ્યમાં થનારા હોય છે, પણ વર્તમાનમાં નથી હોતા. તેથી ત્રણેય કાળના ભાવોને વર્તમાનમાં કેવી રીતે જોઈ શકાય? તે બતાવવા માટે કહે છે -
भूअं भूअत्तेणं भव्वं पेएण तह भविस्सं च । पासइ भविस्सभावेण जं इमं नेयमेवं ति ॥४॥ भूतं भूतत्वेन भव्यमप्येतेन तथा भविष्यच्च । पश्यति भविष्यद्भावेन यदिदं ज्ञेयमेवमिति ॥४॥
અqયાર્થ:
પૂ મૂવમત્તે ભૂતને ભૂતરૂપે તદ મā UT તથા વર્તમાનને પણ વર્તમાનરૂપે જ મવિલં વિમાન પાસ અને ભવિષ્યને ભવિષ્ય ભાવથી જુએ છે. વં જે કારણથી રૂમ નેચમ્ આ=પૂર્વ ગાથાના કથનથી ગ્રંથકારની બુદ્ધિમાં ઉપસ્થિત એવું આ ષેય પર્વ આવું છે. પદ તિ પાદપૂર્તિ માટે છે.
ગાથાર્થ:
કેવળજ્ઞાની ભૂતને ભૂતરૂપે તથા વર્તમાનને વર્તમાનરૂપે અને ભવિષ્યને ભવિષ્યભાવથી જુએ છે. જે કારણથી પૂર્વ ગાથાના કથનથી ગ્રંથકારની બુદ્ધિમાં ઉપસ્થિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org