________________
7 યોગવિશિકાઇ
તે જ માર્ગ છે, એવું શાસ્ત્રવચન છે.
યદ્યપિ મહાજન ગયા છે તે માર્ગે જવું તે શાસ્ત્રવચનમાં ‘ઘણા લોકો’ એ અર્થમાં મહાજન શબ્દ નથી, પરંતુ પૂર્વપક્ષીને તે અર્થમાં ગ્રહણ કરીને જ પોતાની વાતની પુષ્ટિ કરવી છે. તેની પુષ્ટિ કરવા માટે તે યુક્તિ આપે છે કે હમણાં જીતવ્યવહાર જ બાહુલ્યથી પ્રવર્તે છે અને તે જીતવ્યવહાર આતીર્થંકાલભાવી છે. કેમ કે જ્યારે વિશિષ્ટ પૂર્વધરાદિ ન હોય ત્યારે જીતવ્યવહાર જ મુખ્યરૂપે પ્રવર્તક બને છે. તેથી તે જીતવ્યવહાર જ તીર્થનો વ્યવસ્થાપક છે. માટે જીતવ્યવહાર પ્રમાણે જે ઘણા કરતા હોય છે, તે પ્રમાણે કરવું જોઇએ. (યદ્યપિ જીતવ્યવહારનો અર્થ એવો નથી કે જે ઘણા કરતા હોય તે જીતવ્યવહાર, પરંતુ ગીતાર્થ-સંવિશે આચરેલું હોય તે જીતવ્યવહાર છે. તો પણ પૂર્વપક્ષી પોતાની વાતની પુષ્ટિ અર્થે જીતવ્યવહારનો અર્થ “ઘણા કરતા હોય તે વ્યવહાર” એમ કરે છે.) તેની આવી માન્યતાના નિરાકરણ માટે કહે છે -
ગુજ્જુળ(કુળ)
मुत्तूण लोगसन्नं उड्डण (दड्डुण) य साहुसमयसब्भावं । सम्मं पयट्टियव्वं बुहेणमइनिउणबुद्धी ॥ १६ ॥ मुक्त्वा लोकसंज्ञां उदवा ( दृष्ट्वा ) च साधुसमयसद्भावम् । सम्यक्प्रवर्तितव्यं बुधेनातिनिपुणबुद्ध्या ॥૬॥
-
અન્વયાર્થ:
તોગસન્ન લોકસંજ્ઞાને મુત્તુળ છોડીને ય સાદુસમયસમાવં ઝુળ અને સાધુસમયના=સાચા શાસ્રના, સદ્ભાવને વહન કરીને વુદ્દેળમ્ બુધ વડે અનિકળવુ દ્વીટ્ અતિ નિપુણ બુદ્ધિથી સમ્મ યટિયવ્યું સમ્યક્ પ્રવર્તવું જોઇએ.
ગાથાર્થ:
૧૫૪
લોકસંજ્ઞાને છોડીને અને શાસ્ત્રના સાચા સિદ્ધાંતના સદ્ભાવને વહન કરીને બુધ વડે અતિ નિપુણ બુદ્ધિથી સમ્યક્ પ્રવર્તવું જોઇએ.
ભાવાર્થ:
Jain Education International
શાસ્ત્રની મર્યાદાને જાણ્યા વગર લોક જે પ્રમાણે ધર્મ કરે એ પ્રમાણે ધર્મ કરવો જોઇએ, આવા પ્રકારની મિત એ જ લોકસંજ્ઞા છે. મોટા ભાગના જીવો ગતાનુગતિકથી પ્રવૃત્તિ કરતા હોય છે. તેઓ ધર્માનુષ્ઠાનો પણ એ જ પ્રકારે શાસ્ત્રની મર્યાદાને જાણ્યા વગર કરતા હોય છે. આવી બુદ્ધિથી પ્રવૃત્તિ કરવી તે લોકસંજ્ઞા છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org