________________
૧૫૩
7 યોગવિંશિકા7
અવિધિથી કરાતી ક્રિયા તો તેના માટે સંસારની વૃદ્ધિનું કારણ બને છે. તેથી તે ક્રિયા તીર્થરૂપ રહેતી નથી. આમ, જે ક્રિયા તીર્થ સ્વરૂપ હતી તેનો ઉચ્છેદ થાય છે, તેથી તીર્થનો નાશ થાય છે.
અહીં કોઇને પ્રશ્ન થાય કે મોટા ભાગના જીવો અવિધિ કરનારા હોય છે અને અવિધિનો નિષેધ સાંભળીને અલ્પ સત્ત્વવાળા જીવો ક્રિયાનો ત્યાગ કરે છે. તેથી ગુરુ સૂત્ર-ક્રિયા કરવાની પ્રરૂપણા કરે પણ અવિધિના નિષેધમાં ગુરુ પ્રયત્ન ન કરે તો શો વાંધો? તેવા મંતવ્યના જવાબમાં કહે છે કે, જો ગુરુ અવિધિનો નિષેધ ન કરે તો કેટલાક યોગ્ય જીવો પણ અવિધિનો ત્યાગ કરી વિધિમાં પ્રયત્ન કરશે નહીં. ત્યાં કોઇને પ્રશ્ન થાય કે તેવા જીવો વિધિમાં પ્રવૃત્તિ ન કરે તેમાં ગુરુને શો દોષ છે? તો કહે છે કે તેવા જીવોની વિપરીત ક્રિયા પ્રત્યે ઉપેક્ષા કરીને ગુરુ તેવા જીવોના ભાવમૃત્યુના કારણ બને છે. તે બતાવવા માટે જ કહે છે કે સ્વયં મૃત અને બીજા વડે મારિતમાં ફરક છે. જે લોકો સ્વયં અવિધિથી ક્રિયા કરી રહ્યા છે, તેઓ પોતાની મેળે નાશ પામે છે; પરંતુ યોગ્ય જીવોને અવિધિથી અટકાવવા માટે ગુરુએ ઉપેક્ષા કરી, તેથી તેઓના નાશ પ્રત્યે ગુરુ કારણ બને છે. તેથી જે લોકો સ્વયં અવિધિ કરીને મૃત્યુ પામે છે તેઓના વિનાશમાં તેઓનું કર્મ જ કારણ છે, જ્યારે યોગ્ય જીવો અજ્ઞાનને કારણે અવિધિમાં યત્ન કરી રહ્યા છે તેમાં તેઓનું કર્મ જેમ કારણ છે તેમ ગુરુનો ઉપેક્ષાભાવ પણ કારણ છે. તેથી જેઓ અવિધિનું સ્થાપન કરે છે કે અવિધિનો નિષેધ કરવામાં ઉપેક્ષા કરે છે તેઓ બીજાના વિનાશ પ્રત્યે નિમિત્તકારણ છે. તે વાત તીર્થોચ્છેદના ભીરુએ ભાવન કરવી જોઇએ.
આનાથી એ ફલિત થયું કે તીર્થના રક્ષણ માટે શક્તિ પ્રમાણે અવિધિનો નિષેધ અને વિધિનું સ્થાપન કરવું જોઇએ. પરંતુ તે વિધિ કેવળ બાહ્ય આચરણામાત્રમાં પર્યવસાન પામતી નથી પરંતુ ભાવની વૃદ્ધિ થાય તે પ્રકારની ઉચિત આચરણામાં જ વિશ્રાંત થાય છે. આથી જે અભ્યાસદશામાં વિધિ પ્રત્યેના પક્ષપાતવાળા જીવો અનેક અંગની વિકલતાવાળી પણ પ્રવૃત્તિ કરતા હોય તો પણ તે તે ભૂમિકા પ્રમાણે શુભભાવને પ્રાપ્ત કરતા હોય છે. અને તેથી જ તેમનો અવિધિદોષ નિરનુબંધ છે તેમ સ્વીકારેલ છે. ||૧૭-૧૫૩૫
અવતરણિકા:
ગાથા - ૧૫ માં કહ્યું કે જે ગુરુ અવિધિનો નિષેધ કરતા નથી તેઓ યોગ્ય જીવોના ભાવપ્રાણનો નાશ કરે છે, અને તે રીતે સૂત્ર-ક્રિયાના વિનાશ દ્વારા તીર્થનો ઉચ્છેદ થાય છે. ત્યાં કોઇને પ્રશ્ન થાય કે વિધિની સૂક્ષ્મ ગવેષણાથી શું? મહાજનો જે રસ્તે જતા હોય તે રસ્તે જવું જોઇએ. જે માર્ગથી મહાજન અર્થાત્ મોટા લોકો અર્થાત્ ઘણા લોકો ગયા છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org