________________
7 યોગવિંશિકાઈ
અવતરણિકા:
ગાથા ૧૨ માં કહ્યું કે યોગ્યને જ આ ચૈત્યવંદન આપવું જોઇએ, અને ગાથા ૧૩ માં યોગ્ય બતાવતાં દેશવિરતિધરને ગ્રહણ કર્યા. તેથી એ પ્રાપ્ત થાય કે જે લોકો વિધિપૂર્વક ચૈત્યવંદન કરી શકે તેઓને જ ચૈત્યવંદન આપવું જોઇએ અને ત્યાર પછી તુલાદંડન્યાયથી વિધિને સન્મુખ એવા અપુનબંધકને પણ ગ્રહણ કર્યા, પરંતુ જે સર્વથા વિધિને સન્મુખ પણ નથી તેઓને ચૈત્યવંદન આપવાનો નિષેધ કર્યો. ત્યાં કોઇને શંકા થાય કે અવિધિથી પણ ચૈત્યવંદન અનુષ્ઠાન કરનારા હશે તો ભગવાનનું શાસન અટક્યા વિના ચાલ્યા કરશે, અને વિધિપૂર્વક કરી શકે એવાને જ ચૈત્યવંદનનાં સૂત્રો આપવાનો વિચાર કરવામાં આવે તો તો બે-ચાર જણ જ વિધિમાં તત્પર થશે, અને ક્રમે કરીને ચૈત્યવંદનાદિ કરનાર વર્ગની અપ્રાપ્તિ થવાથી ભગવાનના શાસનનો નાશ થશે. તેથી અવિધિવાળું અનુષ્ઠાન પણ આદરણીય છે તેમ માનવું જોઇએ. એ પ્રકારની શંકાને સામે રાખીને કહે છે
तित्थस्सुच्छेयाइ वि नालंबणमित्थ जं स एमेव ।
सुत्तकिरियाइ नासो एसो असमंजसविहाणा ॥१४॥ तीर्थस्योच्छेदाद्यपि नालम्बनमत्र यत्स एवमेव । एषोऽसमंजसविधानात्
सूत्रक्रियाया नाश
||૬૪||
૧૫૦
અન્વયાર્થ:
ફત્હ અહીંયાં=અવિધિથી કરાતા અનુષ્ઠાનમાં તિત્ત્વમ્મુ∞યારૂ વિ તીર્થ ઉચ્છેદાદિ પણ નાનંનળમ્ આલંબન નથી ઝં જે કારણથી ભેવ આ રીતે જ=અવિધિ અનુષ્ઠાન કરાયે છતે જ અસમંગવિહાળા અસમંજસનું વિધાન હોવાથી સુત્તવિકરિયાર નાસો સૂત્ર-ક્રિયાનો નાશ છે. (અને) જ્ઞતે-સૂત્ર-ક્રિયાનો નાશ ો આ=તીર્થનો ઉચ્છેદ
છે.
ગાથાર્થ:
અહીંયાં એટલે કે અવિધિથી કરાતા અનુષ્ઠાનમાં તીર્થઉચ્છેદાદિ પણ આલંબન નથી, જે કારણથી અવિધિથી અનુષ્ઠાન કરાયે છતે જ અસમંજસનું વિધાન હોવાથી સૂત્ર-ક્રિયાનો નાશ છે; અને તે સૂત્ર-ક્રિયાનો નાશ જ તીર્થનો ઉચ્છેદ છે.
ભાવાર્થ:
Jain Education International
કોઇને શંકા થાય કે વિધિપૂર્વક કરનારને જ જો ચૈત્યવંદન સૂત્ર આપવાનો અધિકાર
For Personal & Private Use Only
www.jainelibrary.org