________________
7 ભિક્ષાઅંતરાયશુદ્ધિલિંગવિશિકા
નિમિત્તોની શુદ્ધિ હોતે છતે પણ, આગળની ગાથાઓમાં જે કહેવાશે તે અંતરાયો ભિક્ષામાં આહારના પ્રતિષેધકો થાય છે, અને આગળની ગાથામાં કહેવાશે તે યોગો ધર્મના સાધક થાય છે.
ભાવાર્થ:
તો
ચોથી ગાથામાં બતાવ્યું એ રીતે શુદ્ધ નિમિત્તોની પરીક્ષા કરીને કોઇ મુનિ ભિક્ષા માટે જાય તો તો તે ભિક્ષાની ક્રિયાથી તેનું અહિત નહીં થાય તેવો નિર્ણય થાય છે. પણ આગળ કહેવાશે તે અંતરાયો આહાર મેળવવામાં પ્રતિષેધક બને છે, એટલે કે પોતાના સંયમની વૃદ્ધિનું કારણ બને તેવો નિર્દોષ આહાર તેને મળતો નથી. તેથી મુનિ આહાર લીધા વગર જ પાછો આવે છે.
ગાથાર્થ:
-
આ ઉપરાંત આગળની ગાથાઓમાં જે યોગો બતાવવામાં આવશે તે યોગો ધર્મના સાધક થાય છે. એ સૂચવે છે કે ભિક્ષા માટે ગયેલ સાધુને કોઇ યોગ્ય શિષ્યની પ્રાપ્તિ થાય કે વસ્ત્રાદિની પ્રાપ્તિ થાય તો તે સર્વ પ્રાપ્તિ સંયમની વૃદ્ધિ કરનારી થાય છે.
ધર્મને સાધક યોગોથી આવો અર્થ લેવાનો હશે એમ ભાસે છે. આગળ શું બતાવ્યું હશે તે પ્રગટ નથી તેથી શું ઉચિત છે તે બહુશ્રુત વિચારે. ૧૪-૬
॥ इति भिक्षाअंतरायशुद्धिलिंगविंशिका चतुर्दशी ।।
Jain Education International
७५
For Personal & Private Use Only
www.jainelibrary.org