________________
7 પ્રાયશ્ચિત્તવિંશિકા ]
११८
દિવસ સુધીનો દીક્ષાપર્યાય ઘટાડવામાં આવે છે. તેટલાથી પણ શુદ્ધિ થાય તેમ ન હોય તો લઘુમાસ, ગુરુમાસ, ચતુર્લધુમાસ, ચતુર્ગુરુમાસ, પડ્યઘુમાસ, પગુરુમાસથી દીક્ષાપર્યાય ઘટાડવામાં આવે છે અને તેનાથી સંયમની શુદ્ધિ થાય છે. જો તેનાથી પણ શુદ્ધિ ન થાય તેવો દોષ સેવાયો હોય તો મૂલ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે.
અહીં વિશેષ એ છે કે તેવા પ્રકારના સંક્લેશથી થયેલા દોષની શુદ્ધિ દીક્ષાપર્યાયના છેદમાત્રથી થતી નથી, પરંતુ પોતાના સંયમપર્યાયને લઘુ કરવાને કારણે ઉત્પન્ન થયેલ સંવેગ અને નિર્વેદના પરિણામથી શુદ્ધિ થાય છે, આ પ્રકારનું કથન પંચાશકમાં છે. તેથી સંક્લેશ થયા પછી જે જીવને ખરેખર પશ્ચાત્તાપનો પરિણામ થાય છે અને તેથી શુદ્ધ આલોચના કરે છે, તે કારણે તેને પ્રમોદ થાય છે; અને પાપથી વિરુદ્ધ સંવેગ-નિર્વેદના ભાવો થાય છે. આ શુદ્ધ ભાવોથી જ શુદ્ધિ થાય છે, પરંતુ સંયોગની પરવશતાથી તેનું પ્રાયશ્ચિત્ત કરવામાં આવે તો પણ સંયમની શુદ્ધિ થાય નહિ. II૧૬-૧૩||
અવતરણિકા :
દસ પ્રાયશ્ચિત્તમાં આઠમા મૂલ પ્રાયશ્ચિત્તનું પ્રાપ્તિનું સ્થાન અને પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ બતાવે છે -
पाणवहाइंमि पाओ भावेणासेवियम्मि सहसा वि । आभोगेणं जइणो पुणो वयारोवणा मूलं ॥ १४ ॥ प्राणवाद प्रायो भावेनासेविते सहसा प आभोगेन યતે પુનર્વતારોપના મૂતમ્ ॥૪॥
અન્વયાર્થ:
આમોળેનું આભોગપૂર્વક સહસા વિ સહસાત્કારથી પણ માવેગસેવિયમ્મિ ભાવપૂર્વક આસેવન કરાયેલા પાળવામિ પ્રાણીવધાદિમાં નો યતિને પાઓ પ્રાયઃ કરીને પુો વયોવળા ફરી વ્રતોનું આરોપણ કરવું મૂર્ત્ત એ મૂલ (પ્રાયશ્ચિત્ત છે.)
ગાથાર્થ:
આભોગપૂર્વક કે સહસાત્કારથી પણ ભાવપૂર્વક આસેવન કરાયેલા પ્રાણીવધાદિમાં યતિને પ્રાયઃ કરીને ફરી વ્રતોનું આરોપણ કરવું એ મૂલ નામનું પ્રાયશ્ચિત્ત છે.
* અહીં પ્રાણીવધ આદિમાં ‘આદિ’ પદથી બાકીનાં ૪ મહાવ્રતો ગ્રહણ કરવાનાં છે. “સહસાત્કારથી પણ” એમ કહ્યું તેનાથી એ કહેવું છે કે આભોગથી થાય તો તો મૂલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org