________________
7 આલોયણાવિંશિકા
બાળક નાની ઉંમરનો હોય છે ત્યારે તેની બુદ્ધિ અવિકસિત હોવાથી, આ કહેવાથી મારું ખરાબ દેખાશે તેવો બોધ તેને હોતો નથી; ફક્ત બાળક હોવાને કારણે પોતે જે કાંઇ કરી આવે છે તે બોલવાનો પરિણામ તેને થાય છે, તેથી જે વસ્તુ જેમ થઇ હોય તેમ સરળપણે તે કહે છે. તે જ પ્રકારે આલોચકને જ્યારે માર્ગાનુસારી સિદ્ધકર્મા ગુરુ મળે છે ત્યારે, જો તેનામાં માર્ગાનુસારી બુદ્ધિ હોય તો તે વિચારી શકે છે કે, આવા મહાત્મા પાસે હું મારા દોષોને યથાર્થ કહીશ તો જ તેમના બળથી મારાં પાપો અવશ્ય નાશ પામશે; તેથી માન અને માયાથી રહિત યથાર્થ આલોચના તે કરી શકે છે. જો માર્ગાનુસારી બુદ્ધિ ન હોય તો સ્વવિકલ્પથી જ તેને થાય છે કે, હું યથાર્થ પ્રકાશન કરીશ તો મારું ખરાબ દેખાશે; તેથી પોતાની ભૂલોને તે કંઇક સ્પષ્ટ અને કંઇક અસ્પષ્ટ કહે છે. તેનું આવું કથન માયા અને મદપૂર્વકનું જ હોય છે. I૧૫-૧૧॥
અવતરણિકા:
ગાથા-૧૦ અને ૧૧માં ગુરુ આગળ કઇ રીતે આલોચના કરવી જોઇએ તે બતાવ્યું. હવે આલોચનામાં અન્યના મતને બતાવવાપૂર્વક આલોચનામાં શલ્યો શું છે તે બતાવે છેपच्छित्तमयं करणा अन्ने सुद्धिं भणंति नाणस्स । तं च न; जम्हा एवं ससल्लवणरोहणप्पायं ॥ १२ ॥ प्रायश्चित्तमयं करणादन्ये शुद्धिं भणन्ति ज्ञानस्य । तच्च न, यस्मादेतत्सशल्यव्रणरोहणप्रायम् ॥ १२॥
૯૩
ભાવાર્થ:
અન્વયાર્થ:
અન્ને કેટલાક આચાર્ય નાળÆ જ્ઞાનને=ઉપયોગને ત્ત્તિત્તમય ના પ્રાયશ્ચિત્તમય કરવાથી સુદ્ધિ મળત્તિ શુદ્ધિ માને છે તેં હૈં ન અને (આવું માનવું) તે (બરાબર) નથી ગમ્હા જે કારણથી હૈં આ=પશ્ચાત્તાપનો પરિણામ સસજીવળોહળવ્વાયં સશલ્ય વ્રણરોહણ તુલ્ય, અર્થાત્ શરીરની અંદરમાં શલ્ય રાખીને ઉપરથી ઘાને રુઝાવવા માટેના ઔષધપ્રયોગ તુલ્ય છે.
ગાથાર્થ:
કેટલાક આચાર્ય જ્ઞાનના ઉપયોગને પ્રાયશ્ચિત્તમય કરવાથી શુદ્ધિ માને છે. જે કારણ આવો પશ્ચાત્તાપનો પરિણામ સશલ્ય વ્રણરોહણ તુલ્ય છે, અર્થાત્ શરીરની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org