SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ 7 આલોયણાવિંશિકા બાળક નાની ઉંમરનો હોય છે ત્યારે તેની બુદ્ધિ અવિકસિત હોવાથી, આ કહેવાથી મારું ખરાબ દેખાશે તેવો બોધ તેને હોતો નથી; ફક્ત બાળક હોવાને કારણે પોતે જે કાંઇ કરી આવે છે તે બોલવાનો પરિણામ તેને થાય છે, તેથી જે વસ્તુ જેમ થઇ હોય તેમ સરળપણે તે કહે છે. તે જ પ્રકારે આલોચકને જ્યારે માર્ગાનુસારી સિદ્ધકર્મા ગુરુ મળે છે ત્યારે, જો તેનામાં માર્ગાનુસારી બુદ્ધિ હોય તો તે વિચારી શકે છે કે, આવા મહાત્મા પાસે હું મારા દોષોને યથાર્થ કહીશ તો જ તેમના બળથી મારાં પાપો અવશ્ય નાશ પામશે; તેથી માન અને માયાથી રહિત યથાર્થ આલોચના તે કરી શકે છે. જો માર્ગાનુસારી બુદ્ધિ ન હોય તો સ્વવિકલ્પથી જ તેને થાય છે કે, હું યથાર્થ પ્રકાશન કરીશ તો મારું ખરાબ દેખાશે; તેથી પોતાની ભૂલોને તે કંઇક સ્પષ્ટ અને કંઇક અસ્પષ્ટ કહે છે. તેનું આવું કથન માયા અને મદપૂર્વકનું જ હોય છે. I૧૫-૧૧॥ અવતરણિકા: ગાથા-૧૦ અને ૧૧માં ગુરુ આગળ કઇ રીતે આલોચના કરવી જોઇએ તે બતાવ્યું. હવે આલોચનામાં અન્યના મતને બતાવવાપૂર્વક આલોચનામાં શલ્યો શું છે તે બતાવે છેपच्छित्तमयं करणा अन्ने सुद्धिं भणंति नाणस्स । तं च न; जम्हा एवं ससल्लवणरोहणप्पायं ॥ १२ ॥ प्रायश्चित्तमयं करणादन्ये शुद्धिं भणन्ति ज्ञानस्य । तच्च न, यस्मादेतत्सशल्यव्रणरोहणप्रायम् ॥ १२॥ ૯૩ ભાવાર્થ: અન્વયાર્થ: અન્ને કેટલાક આચાર્ય નાળÆ જ્ઞાનને=ઉપયોગને ત્ત્તિત્તમય ના પ્રાયશ્ચિત્તમય કરવાથી સુદ્ધિ મળત્તિ શુદ્ધિ માને છે તેં હૈં ન અને (આવું માનવું) તે (બરાબર) નથી ગમ્હા જે કારણથી હૈં આ=પશ્ચાત્તાપનો પરિણામ સસજીવળોહળવ્વાયં સશલ્ય વ્રણરોહણ તુલ્ય, અર્થાત્ શરીરની અંદરમાં શલ્ય રાખીને ઉપરથી ઘાને રુઝાવવા માટેના ઔષધપ્રયોગ તુલ્ય છે. ગાથાર્થ: કેટલાક આચાર્ય જ્ઞાનના ઉપયોગને પ્રાયશ્ચિત્તમય કરવાથી શુદ્ધિ માને છે. જે કારણ આવો પશ્ચાત્તાપનો પરિણામ સશલ્ય વ્રણરોહણ તુલ્ય છે, અર્થાત્ શરીરની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy