________________
7 આલોયણાવિંશિકાઇ
૯૨
(૧૧) અભિગ્રહના આસેવનાદિ લિંગથી યુક્ત હોય :- અભિગ્રહોને ધારણ કરતો હોય, કરાવતો હોય અને અનુમોદના પણ કરતો હોય. આલોચના એ વિશેષ પ્રકારના વીર્યના પ્રકર્ષથી કરવાની છે. જે જીવ સ્વશક્તિ પ્રમાણે અભિગ્રહમાં યત્ન ન કરતો હોય તે પોતાની શક્તિને સમ્યક્ પ્રકારે પ્રવર્તાવવાની વૃત્તિવાળો હોતો નથી. તેથી આવો જીવ આલોચના પણ સમ્યગ્ પ્રકારે કરી શકતો નથી. માટે સાધુએ સમ્યક્ પ્રકારે પોતાની શક્તિ પ્રમાણે અભિગ્રહમાં યત્ન કરવો જોઇએ. જ્યાં શક્તિ ન હોય ત્યાં અભિગ્રહ કરનારને અભિગ્રહ કરવામાં સહાયતા કરવારૂપે યત્ન કરવો જોઇએ. પોતાની અભિગ્રહ કરવાની શક્તિ ન હોય તો તે અભિગ્રહ પ્રત્યે પક્ષપાતપૂર્વક અભિગ્રહ કરનારની અનુમોદના કરવી જોઇએ, જેથી અભિગ્રહરૂપ ઉચિત કૃત્યો વિશે પોતાની શક્તિનો પ્રકર્ષ થાય. આવો જીવ જ અપ્રમાદ ભાવથી સમ્યગ્ આલોચના કરી શકે છે. II૧૫-૧૦
ન
અવતરણિકા:
ગાથા ૧૦માં સિદ્ધકર્મા ગુરુ પાસે કેવા પ્રકારના પરિણામથી આલોચના કરવી જોઇએ તે બતાવ્યું. હવે દૃષ્ટાંતથી આલોચનાકાળમાં અપેક્ષિત વિશેષ પ્રયત્નને બતાવવા અર્થે કહે છે .
जह बालो जंपतो कज्जमकज्जं च उज्जुयं भणइ । तं तह आलोइज्जा मायामयविप्पमुक्तो य ॥ ११ ॥ यथा बालो जल्पन्कार्यमकार्यं च ऋजुकं भणति । तत्तथाऽऽलोचयेन्मायामदविप्रमुक्तश्च ||૬||
અન્વયાર્થ:
ખમાપ્ન = નવંતો વાતો કાર્ય અને અકાર્યને બોલતો બાળક નન્હેં જે પ્રમાણે ૩ચ્છુ મળફ સરળ કહે છે તહ તે પ્રમાણે માયામયવિમુક્ષો ય માયા અને મદથી મુકાયેલો જ (આલોચક) તેં તેનું=પ્રમાદથી આચરેલ દુષ્ચરિતનું જ્ઞાનોદ્દા આલોચન કરે.
* ‘ય’શબ્દ ‘વા’ના અર્થમાં વપરાયો છે.
ગાથાર્થ:
કાર્ય અને અકાર્યને બોલતો બાળક જે પ્રમાણે સરળ કહે છે, તે પ્રમાણે માયા અને મદથી મુકાયેલો જ આલોચક, પ્રમાદથી આચરેલ દુષ્ચરિતનું આલોચન કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org