________________
0 પ્રાયશ્ચિત્તવિંશિકા]
૧૦૪
।। प्रायश्चित्तविंशिका षोडशी ।।
અવતરણિકા:
પૂર્વમાં આલોચનાવિંશિકા કહી અને હવે પ્રાયશ્ચિત્તવિંશિકા બતાવે છે. આલોચનાવિંશિકા અને પ્રાયશ્ચિત્તવિંશિકામાં ભેદ છે. જીવનમાં થયેલાં તમામ પાપોની અને પોતે લીધેલાં વ્રતોની સાથે સંકળાયેલા નાનામાં નાના પાપથી માંડીને મોટામાં મોટા પા૫ સુધીનાં તમામ પાપોની, યોગ્ય ગુરુ પાસે આલોચના કરવાની છે. તે તમામ પાપોનું યોગ્ય સ્થાને કેવી રીતે નિવેદન કરવું એ વાત આલોચનાવિંશિકામાં બતાવેલ છે. આલોચના કર્યા પછી ઉચિત પ્રાયશ્ચિત્ત કરવાનું હોય છે, અને આલોચનામાં કહેલ પાપ અનુસાર ગુરુ જે પ્રાયશ્ચિત્ત આપે તેના ભેદો અને તેનું સ્વરૂપ પ્રાયશ્ચિત્તવિંશિકામાં બતાવવાના છે. તેથી આલોચનાવિંશિકા પછી હવે પ્રાયશ્ચિત્તવિંશિકા બતાવે છે. -
पच्छित्ताओ सुद्धी तहभावालोयणेण जं होइ । इहरा ण पीढबंभाइओ सआ सुकडभावे वि ॥१॥ प्रायश्चित्ताच्छुद्धिस्तथाभावालोचनेन यद्भवति ।
इतरथा न पीठब्राह्मयादितः सदा सुकृतभावेपि ॥१॥ અoqયાર્થઃ
નં જે કારણથી તદમાવાનોય તેવા પ્રકારની ભાવઆલોચના સહિત પછિત્તાગો સુધી દોડ પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થાય છે. ફી અન્યથાતેવા પ્રકારના ભાવઆલોચના સહિત એવા પ્રાયશ્ચિત્ત વગર સગા સુમારે વિ સદા સુકૃત ભાવો હોવા છતાં પણ પીવંમાફ ન પીઠના જીવ એવા બ્રાહ્મી આદિથી શુદ્ધિ થઈ નહીં.
એક અહીં વઢવંમાફગોમાં પીઠનો જીવ બ્રાહ્મી ગ્રહણ કરવાનો છે અને “આદિ' પદથી મહાપીઠનો જીવ સુંદરી ગ્રહણ કરવાનો છે. તે માટે પ્રાયશ્ચિત્ત વિધિ પંચાશક-૧૬ની ગાથા-૩૧નો આધાર લીધેલ છે.
ગાથાર્થઃ
જે કારણથી તેવા પ્રકારની ભાવઆલોચના સહિત પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થાય છે, પરંતુ તેવા પ્રકારની ભાવઆલોચના કે પ્રાયશ્ચિત્ત વગર સદા સુકૃત ભાવો હોવા છતાં પણ પીઠના જીવ એવા બ્રાહ્મી આદિથી શુદ્ધિ થઈ નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org