________________
૮૩
O આલોયણાવિંશિકા .
અવતરણિકા -
પૂર્વની ગાથામાં ભાવઆરોગ્યને કરાવનાર સુગુરુનું સ્વરૂપ સુવૈદ્યના દૃષ્ટાંતથી બતાવ્યું. હવે તેને જ વિશેષથી બતાવવા અર્થે સિદ્ધકર્મોવાળા ગુરુનું સ્વરૂપ બતાવતાં કહે
जस्स समीवे भावाउरा तहा पाविऊण विहिपुव्वं । चरणारुग्गं पकरंति सो गुरू सिद्धकम्मुत्थ ॥६॥ यस्य समीपे भावातुरास्तथा प्राप्य विधिपूर्वम् ।
चरणारोग्यं प्रकुर्वन्ति स गुरुः सिद्धकर्मात्र ॥६॥ અન્વયાર્થ:
તા તેવા પ્રકારના (અતિચારાદિ દોષોને) પવિઝા પ્રાપ્ત કરીને સનીવે જેની સમીપમાં માવી૩ ભાવરોગીઓ વરણામાં ચારિત્રરૂપી આરોગ્યને વિહિપુષ્ય વિધિપૂર્વક પતિ કરે છે તો પુત્ર તે ગુરુ સિદ્ધપુત્ય અહીંeભાવરોગની ચિકિત્સાના વિષયમાં સિદ્ધકર્મા (છે).
ગાથાર્થ:
તેવા પ્રકારના અતિચારાદિ દોષોને પ્રાપ્ત કરીને જેની સમીપમાં ભાવરોગીઓ ચારિત્રરૂપી આરોગ્યને વિધિપૂર્વક કરે છે, તે ગુરુ ભાવરોગની ચિકિત્સાના વિષયમાં સિદ્ધકર્મા
છે.
ભાવાર્થ:
આલોચના વિંશિકા મુખ્યરૂપે સાધુને સામે રાખીને કહેલ છે. તેથી ભાવરોગવાળા અહીં સાધુને જ ગ્રહણ કરવાના છે. જો કે સાધુના ભાવરોગ અતિ અલ્પ હોય છે, તો પણ ભિક્ષાદિમાં અનાભોગ અને સહસાત્કારથી જે કાંઈ અતિચારો થાય છે, તે ભાવરોગને કારણે જ થાય છે. આવા ભાવરોગી સાધુઓ માતૃદોષને કારણે અનાભોગ કે સહસાત્કારથી ભિક્ષાદિમાં અતિચારોનું સેવન થયા પછી, જે ગુરુના સાન્નિધ્યમાં વિધિપૂર્વક પોતાના ચરણઆરોગ્યને પ્રાપ્ત કરે છે, તે ગુરુ ભાવરોગ માટે સિદ્ધકર્મવાળા જાણવા.
અનાભોગ કે સહસત્કારથી થયેલા સૂક્ષ્મ પણ અતિચારોનું સમ્યગુ આલોચન કરીને, સાધુ જો સિદ્ધકર્મવાળા ગુરુને તે અતિચારોનું નિવેદન કરે, ગુરુની આજ્ઞા પ્રમાણે દોષોનું સેવન કરાવે તેવા નિમિત્તોથી દૂર રહીને દોષોનું પ્રતિપક્ષ ભાવન કરે, અને ગુરુએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org