________________
0 આલોયણાવિંશિકા] અqયાર્થ:
__आलोयणा मासोयना भावस्स पयडणा (मापन प्रगटन सदोसकहणमिइ સ્વદોષનું કથન એ પ્રમાણે (આલોચનાનો અર્થ)ો ગ્રહણ કરવો. અને સુવિઝનાણી સુવૈદ્યના દષ્ટાંતથી ગુરુ ગુરુ પાસેથી તદા તે પ્રકારેણસા આ=આલોચના વિજેમાં જાણવી.
ગાથાર્થ:
આલોચના, ભાવનું પ્રગટન, સ્વદોષનું કથન એ પ્રમાણે આલોચનાનો અર્થ ગ્રહણ કરવો અને સુવૈદ્યના દષ્ટાંતથી ગુરુ પાસેથી તે પ્રકારે આલોચના જાણવી.
ભાવાર્થ:
આલોચનાના સ્વરૂપનો બોધ કરાવવા માટે ગ્રંથકાર પર્યાયવાચી શબ્દોથી તેને બતાવે છે. આલોચના એટલે પોતાના ભાવોનું પ્રગટ કરવું. સામાન્યથી પોતાના ભાવોનું પ્રગટન કરવાનું કહેવાય તો મૂંઝવણ પેદા થાય કે કયા ભાવોનું પ્રગટન કરવું. તેથી કહે છે કે સ્વદોષનું કથન. આલોચના શબ્દનો આ પ્રમાણે અર્થ જાણવો.
- સાધુ પોતાની પ્રતિદિનની પ્રવૃત્તિ અને પોતે ગ્રહણ કરેલા વિશેષ અભિગ્રહોના પાલનની પ્રવૃત્તિને પ્રથમ સૂક્ષ્મ બુદ્ધિથી અવલોકન કરે અને વિચારે કે દરેક સાધ્વાચારો શાસ્ત્રવચનના સ્મરણથી નિયંત્રિત થઇને મેં કર્યા છે કે નહિ. શાસ્ત્રવચનથી કરેલા દરેક આચારોમાં પણ ક્યાંક અનાભોગ કે સહસાકારથી જે કંઈ સ્કૂલના થઈ હોય તે સ્વયં સ્મૃતિમાં લાવીને, તે ભાવોને ગુરુ આગળ નિવેદન કરવા તે આલોચના પદાર્થ છે. આથી જ કહ્યું કે આલોચના તે સ્વદોષના કથનરૂપ છે. વળી આ આલોચના પણ આગળમાં બતાવવાના છે તે પ્રકારના સુવૈદ્યના દષ્ટાંતથી ગુરુ પાસેથી જાણવી. ૧૫-3ળા
અવતરણિકા:
પૂર્વશ્લોકમાં કહ્યું કે સુવૈદ્યના દષ્ટાંતથી ગુરુ પાસેથી તે પ્રકારની આલોચના જાણવી. તેથી હવે સુવૈદ્યનું દષ્ટાંત બતાવે છે -
जह चेव दोसकहणं न विजमित्तस्स सुंदरं होइ । अवि य सुविज्जस्स तहा विनेयं भावदोसे वि ॥४॥ यथैव दोषकथनं न वैद्यमात्रस्य सुन्दरं भवति। अपि च सुवैद्यस्य तथा विज्ञेयं भावदोषेऽपि ॥४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org