________________
7 ભિક્ષાવિંશિકા
૫૬
નહીં તેટલો આહાર પ્રમાણોપેત કહેવાય. પુરુષને તે બત્રીશ કોળિયા પ્રમાણ અને સ્ત્રીઓને અઠ્યાવીશ કોળિયા પ્રમાણ કહેલ છે. તેથી અધિક વાપરવું તે અપ્રમાણ દોષ છે.
(૩) અંગાર દોષ :- ગોચરી વાપરતાં કોઇ ઇષ્ટ પદાર્થ પ્રત્યે રાગનો સ્પર્શ થાય ત્યારે અંશે અંશે સંયમને નાશ કરવામાં કારણીભૂત એવો અંગાર દોષ લાગે છે. (૪) ધૂમ દોષ ઃ- અનિષ્ટ આહાર ઉપર દ્વેષ કરીને વાપરવું તે ધૂમ દોષ. II૧૩-૯લા
:
અવતરણકા:
આઠમી ગાથાના ભાવાર્થમાં આહારનો ભોગ પાંચ દોષ રહિત કરવો એમ કહ્યું હતું અને નવમી ગાથામાં તેમાંથી ચાર દોષો બતાવ્યા. પાંચમો દોષ તે છે કે હવેની ગાથામાં જે ગોચરી વાપરવાનાં ૬ કારણો બતાવવાના છે તે કારણો વગર આહાર વાપરવો. તેથી હવે ગોચરી કયાં છ કારણો ઉપસ્થિત થાય તો વપરાય તે બતાવે છે -
वे यणवे यावच्चे इरियट्ठाए य संजमट्ठाए । तह पाणवत्तियाए छट्ठ पुण धम्मचिंताए || १० || वेदनवैयावृत्ये ईर्यार्थं च संयमार्थं च 1 तथा प्राणवृत्त्यै षष्ठं षष्ठं पुनर्धर्मचिन्तायै
||o ૦||
અન્વયાર્થ:
વેચળવેયાવન્દ્રે વેદના શમાવવા, વૈયાવચ્ચ કરવા, અને રૂયિકાણ્ ય ઇર્યાસમિતિના પાલન માટે, સંગમકાર્ સંયમની સાધના માટે તર્ફે વાળવત્તિયાદ્ અને "પ્રાણરક્ષા માટે, છઠ્ઠ પુળ છઠું (કારણ) વળી ધમ્મચિંતાણ્ ધર્મચિંતા કરી શકાય તે માટે (મુનિ આહાર વાપરે છે.)
ગાથાર્થ:
વેદના શમાવવા, વૈયાવચ્ચ કરવા, અને ઇર્યાસમિતિના પાલન માટે, ‘સંયમની સાધના માટે અને "પ્રાણની રક્ષા માટે, છઠ્ઠું કારણ વળી ધર્મચિંતા કરી શકાય તે માટે મુનિ આહાર વાપરે છે.
ભાવાર્થ:
નીચે બતાવેલાં છ કારણો ઊભાં થાય તો જ મુનિ ભોજન કરે છે. (૧) ક્ષુધાની વેદના સહન ન થાય.
(૨) આહાર વિના અશક્ત (ભૂખ્યા) શરીરે વૈયાવચ્ચાદિ કરી ન શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org