________________
૨૩.
0 યતિધર્મવિંશિકા . અqયાર્થ:
રૂચ આ રીતે પ્રસ્તુત વિંશિકામાં દસ પ્રકારના યતિધર્મનું અત્યાર સુધી વર્ણન કર્યુંએ રીતે, તંતગુતિની શાસ્ત્રયુક્તિની નીતિથી સબ્યો સુલ્યો સર્વસ્ત્રાર્થ=દસે પ્રકારના યતિધર્મને કહેનારો સર્વ સૂત્રાર્થ સમયપરસમયગોગો સ્વસમય અને પરસમયના યોગથી મુ વીડુિં ગુડુિં મોક્ષાકાંક્ષી એવા બુધવડે ભવિષ્યો ભાવવો જોઇએ. શ્લોકાર્થ:
આ વિંશિકાની શરૂઆતથી અત્યાર સુધી જે દસ પ્રકારના યતિધર્મનું વર્ણન કર્યું તે જ રીતે શાસ્ત્રની યુક્તિની નીતિથી મોક્ષાકાંક્ષી એવા બુધવડેદસે પ્રકારના યતિધર્મને કહેનારા સર્વ સૂત્રાર્થ સ્વસમય અને પરસમયના યોગથી ભાવવા જોઇએ.
ભાવાર્થ:
આ વિંશિકાની શરૂઆતથી અત્યાર સુધી જે રીતે દસ પ્રકારના યતિધર્મનું વર્ણન કરાયું છે એ રીતે બુદ્ધિમાન પુરુષોએ દસ પ્રકારના યતિધર્મનું ભાવન કરવું જોઇએ. આ ભાવન શાસ્ત્રમાં બતાવેલી યુક્તિઓપૂર્વક અને સ્વસમય અને પરસમયના યોગથી કરવું જોઇએ.
શાસ્ત્રની યુકિતની નીતિથી એમ કહ્યું, તેનો ભાવ એ છે કે શાસ્ત્રમાં તત્ત્વને બતાડવા માટે જે સૂક્ષ્મ યુક્તિઓ બતાવી છે તે નીતિથી પ્રસ્તુત સૂત્રાર્થ ભાવન કરવાના છે. જેમ એક જ જીવના જે અસંખ્યાત પ્રદેશો છે તે પરસ્પર એકબીજા પ્રત્યે અતિ સંલગ્ન છે, તેમ દસે પ્રકારનો યતિધર્મ પરસ્પર એકબીજા સાથે અતિ સંલગ્ન છે. તેથી તે દસે પ્રકારના યતિધર્મમાંથી કોઈ પણ એક યતિધર્મની પ્લાનિ થાય તો સર્વ ઉપર તેની અસર થાય છે, અને એક ધર્મનો નાશ થાય તો સર્વનો નાશ થાય છે. આથી જ નિશ્ચયનયથી એક ગુણના ઘાતમાં સર્વ ગુણનો ઘાત સ્વીકારવામાં આવે છે. તે પ્રકારની શાસ્ત્રની યુક્તિની નીતિથી દસે પ્રકારના યતિધર્મના સૂત્રાર્થનું ભાવન કરવાથી સૂક્ષ્મ યુક્તિપૂર્વકનો દસે પ્રકારનો યતિધર્મ દેખાય છે. આ ભાવન ન કરે તો માત્ર વ્યવહારનયની આચરણારૂપ સ્થૂલ યતિધર્મ દેખાય અને તેમાં જ સંપૂર્ણતાનો ભ્રમ પણ થાય.
ત્યાર પછી કહ્યું કે સ્વસમય અને પરસમયના યોગથી સર્વ સૂત્રાર્થ ભાવવો જોઇએ. તેનો ભાવ એ છે કે આત્મા પોતાના પરિણામમાં વર્તતો હોય ત્યારે એ સ્વસમયમાં છે અને
જ્યારે આત્માનું ભાવન છોડીને કોઈ પણ અન્ય ભાવમાં વર્તતો હોય તે પરસમય છે. આત્માનો ભાવ એ છે કે તેના માટે સર્વ પદાર્થો સમાન છે. તેથી તે સર્વ પદાર્થોને સમાનરૂપે જ જુએ છે, જેનાથી સમતાનો પરિણામ વૃદ્ધિમત થાય છે. વળી તે જ્યારે સંસારવતી Y-૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org