________________
પ0
0 ભિક્ષાવિંશિકાd (૨) ઔદેશિક :- યાચક સામાન્યને ઉદ્દેશીને તૈયાર કરેલ આહાર ઔશિક કહેવાય, અથવા ગૃહસ્થ પોતાના માટે તૈયાર કરેલ આહારને પાગ પાછળથી સાધુને ઉદ્દેશીને સંસ્કારિત કરે તો તે આહાર દેશિક કહેવાય. (3) પૂતિકર્મ :- આધાકર્મનો લેશ પણ અંશ જેમાં લાગ્યો હોય તે શુદ્ધ છતાં પૂતિકર્મ દોષવાળો જાગવો. () મિજાત :- પ્રથમથી જ પોતાના અને સાધુના ઉદ્દેશથી ભેગું તૈયાર કરેલું હોય તે મિશ્રજાત દોષવાળો આહાર કહેવાય છે. (૫) સ્થાપના :- સાધુને નિમિત્તે મૂકી રાખેલો આહાર સ્થાપના દોષવાળો કહેવાય છે. (૬) પ્રાકૃતિકા :- સાધુને દાન દેવાની બુદ્ધિએ લગ્નાદિ પ્રસંગને મોડા-વહેલા કરીને તૈયાર થયેલો આહાર પ્રાકૃતિકા દોષવાળો કહેવાય છે. (૭) પ્રાદુરણ :- સાધુને વસ્તુ પ્રત્યક્ષ જોવાય તે માટે તે વસ્તુ ઉપર પ્રકાશ કરવાથી અથવા તે વસ્તુને પ્રકાશમાં લાવવાથી પ્રાદુષ્કરણ દોષ લાગે છે. (૮) ક્રીત :- સાધુને માટે મૂલ્ય આપીને વસ્તુ ખરીદવી તે કીત દોષવાળી વસ્તુ કહેવાય. (૯) પ્રામાક:- દાન દેવા માટે વસ્તુ ઉધાર લાવવી તે પ્રામિયક દોષવાળી વસ્તુ કહેવાય. (૧૦) પરાવર્તિતઃ- પોતાની તુચ્છ વસ્તુને આપી, તેના બદલે સાધુને વહોરાવવા અર્થે સંબંધી પાસેથી સારી વસ્તુ લાવી હોય તો તે વસ્તુ પરાવર્તિત દોષવાળી કહેવાય. (૧૧) અભ્યાહત :- પોતાના ઘરથી ઉપાશ્રયે કે પોતાના ગામથી અન્ય ગામમાં, જ્યાં સાધુ હોય ત્યાં વહોરાવવા માટે વસ્તુ સામે લઇ જવી તે અભ્યાહત દોષવાળી વસ્તુ કહેવાય. (૧૨) ઉભિ :- વહોરાવવાની વસ્તુ સીલ વગેરે ઉખેડીને આપવી તે ઉભિન્ન દોષવાળી કહેવાય. (13) માલાઅપહત :- માળિયા વગેરેમાં ઊંચે મૂકેલું હોય તે સાધુ માટે લાવવું તે માલાઅપહૃત દોષવાળું કહેવાય. (૧૪) આછેદ્ય - પારકું છતાં બળાત્કાર લઇને સાધુને વહોરાવે તે આચ્છેદ્ય દોષવાળું કહેવાય. (૧૫) અનિસૃષ્ટ:- કોઇ મંડળીનું ભોજન સર્વની અનુમતિ વિના, તેમાંના થોડા અથવા તેમાંનો કોઈ એક જ વ્યક્તિ, સાધુને આપે તો તે અનિવૃષ્ટ દોષવાળી વસ્તુ કહેવાય. (૧૬) અધ્યાપૂરક:- પોતાના માટે પકાવવા આપ્યા પછી સાધુ વગેરે આવ્યા છે એમ જાગી તેમને દાન દેવાની બુદ્ધિએ તેમાં વધારો કરેલો આહાર અધ્યવપૂરક દોષવાળો કહેવાય.II૧3-3/8/l.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org