________________
બાર વિચારો
૯) માનુષોત્તર પર્વત-કુંડલ પર્વત-રુચક પર્વત – આ ત્રણ વલયાકાર
પર્વતોનો વિચાર. ૧૦) આઠમા નંદીશ્વરદ્વીપનો વિચાર. ૧૧) શ્રાવકોની ધર્મક્રિયાઓનો વિચાર. ૧૨) ચૌદ ગુણસ્થાનકોનો વિચાર.
मनसाऽपि परेषां यः, कलत्राणि न सेवते ।
स हि लोकद्वये धन्य-स्तेन वै सा धरा धृता ॥ જે મનુષ્ય મનથી પણ પરસ્ત્રીને સેવતો નથી તે જ ખરેખર આલોક અને પરલોક એમ બન્ને લોકમાં ધન્ય છે અને આવા નરવીર વડે જ પૃથ્વી ટકી રહી છે.
मातृवत् परदारान् ये, मन्यन्ते वै नरोत्तमाः ।
न ते यान्ति नरश्रेष्ठ ! कदाचिद्यमयातनाम् ॥ હે રાજા ! જે ઉત્તમ પુરુષો પરસ્ત્રીને માતા તુલ્ય માને છે તે પુરુષો કદાપિ યમરાજની કરેલી પીડાને પામતા નથી.
संयोगा विप्रयोगान्ताः, पतनान्ता इवोच्छ्रयाः ।। જેમ ચડતીને અંતે પતન થાય છે તેમ સંયોગને અંતે વિયોગ થાય છે.
तत् तथ्यमपि नो तथ्यमप्रियं चाऽहितं च यत् । જે અપ્રિય અને અહિતકારી વચન છે તે સાચું હોવા છતાં સાચું નથી.
अन्तरेणोपदेष्टारं पशवन्ति नरा अपि । ઉપદેશક વિના મનુષ્યો પણ પશુ જેવા બની જાય છે.
अन्ते या मतिः सा गतिः किल । અંતે જેવી મતિ હોય છે. ખરેખર તેવી ગતિ થાય છે.