________________
૧૩
જલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ, ચતુષ્પદ, ખેચરના ગર્ભજસંમૂકિમ એમ બે-બે ભેદો છે.
એટલે ૫ X ૨ = ૧૦.
આ ૧૦ ના પર્યાપ્તા-અપર્યાપ્તા એમ બે-બે ભેદો છે.
એટલે ૧૦ × ૨ = ૨૦.
તિર્યંચના ભેદો
મનુષ્યના ૩૦૩ ભેદ
જીવો
સ્થાવર
વિકલેન્દ્રિય
પંચેન્દ્રિય તિર્યંચ
ભેદ
૧૨
૬
૨૦
કુલ
૪૮
(ii) મનુષ્યના ૩૦૩ ભેદ છે. તે આ પ્રમાણે –
૫ ભરતક્ષેત્ર, ૫ ઐરવતક્ષેત્ર અને ૫ મહાવિદેહક્ષેત્ર - આ ૧૫ કર્મભૂમિ છે.
૫ હિમવંતક્ષેત્ર, ૫ હિરણ્યવંતક્ષેત્ર, ૫ હરિવર્ષક્ષેત્ર, ૫ રમ્યકક્ષેત્ર, ૫ દેવકુરુ અને ૫ ઉત્તરકુરુ - આ ૩૦ અકર્મભૂમિ છે. લઘુહિમવંતપર્વત અને શિખરીપર્વત ના પૂર્વ છેડા અને પશ્ચિમ છેડામાંથી લવણસમુદ્રમાં દાઢ આકારના ભૂમિના બે-બે ટુકડા નીકળેલા છે. કુલ દાઢા ૮ છે. દરેક ઉપર ૭ અંતરદ્વીપો છે. કુલ ૮ X ૭ = ૫૬ અંતરદ્વીપો છે.
આમ ૧૫ + ૩૦ + ૫૬ = ૧૦૧ સ્થાન થયા.
આ ૧૦૧ સ્થાનમાં ઉત્પન્ન થનારા મનુષ્યો પણ ૧૦૧ પ્રકારના છે.