________________
વિચાર સાતમો - પર્યાપ્તિનો વિચાર
૩૯
વિચાર સાતમો-દારિક-વૈક્રિય-આહારક
શરીરોમાં પર્યાપ્તિનો વિચાર પર્યાપ્તિ - આહાર વગેરેના પુગલોને ગ્રહણ કરવાની અને પરિણમાવવાની આત્માની શક્તિ તે પર્યાપ્તિ. તે પુગલના ઉપચયથી પુષ્ટ થાય છે. તે ૬ પ્રકારની છે. તે આ પ્રમાણે
૧) આહારપર્યાપ્તિ - જે શક્તિથી જીવ આહારને ગ્રહણ કરીને તેને રસ અને ખલ રૂપે પરિણમાવે તે આહારપર્યાપ્તિ.
૨) શરીરપર્યાપ્તિ - જે શક્તિથી જીવ રસરૂપે પરિણમેલ ઔદારિકશરીર-વૈક્રિયશરીર-આહારકશરીર યોગ્ય પુદ્ગલોરૂપ આહારને યથાસંભવ રસ-લોહી-માંસ-મેદ-હાડકા-મજ્જા-વીર્યરૂપ સાત ધાતુ તરીકે પરિણમાવે તે શરીરપર્યાપ્તિ.
૩) ઇન્દ્રિયપર્યાપ્તિ - જે શક્તિથી જીવ ધાતુ રૂપે પરિણમેલ આહારમાંથી ૧,૨,૩,૪ અને ૫ ઈન્દ્રિયોને યોગ્ય પગલોને ગ્રહણ કરીને તે તે ઇન્દ્રિયરૂપે પરિણમાવીને તેમને અવલંબીને તે તે વિષયોને જાણવા સમર્થ બને તે ઇન્દ્રિય પર્યાપ્તિ.
૪) પ્રાણપર્યાપ્તિ - જે શક્તિથી જીવ ઉચ્છવાસ-નિઃશ્વાસયોગ્ય દલિકોને ગ્રહણ કરીને, તેમને પરિણાવીને, તેમને અવલંબીને છોડવા સમર્થ બને તે પ્રાણપર્યાપ્તિ.
૫) ભાષાપર્યાપ્તિ - જે શક્તિથી જીવ ભાષાયોગ્ય દલિકોને ગ્રહણ કરીને, તેમને ભાષા તરીકે પરિણમાવીને, તેમને અવલંબીને છોડે તે ભાષાપર્યાપ્તિ.
૬) મનપર્યાપ્તિ - જે શક્તિથી જીવ મનોવર્ગણાના દલિકોને ગ્રહણ કરીને, તેમને મન તરીકે પરિણાવીને, તેમને અવલંબીને વિચારવાને સમર્થ થાય તે મનપર્યાપ્તિ.