________________
વિચાર દશમો - આઠમા નંદીશ્વરદ્વીપનો વિચાર
પ૩ અને ૧૬ યોજન ઊંચા છે. ચૈત્યસ્તૂપ ૧૬ યોજન લાંબો-પહોળો છે. ચૈત્યવૃક્ષ અને મહેન્દ્રધ્વજની પીઠિકાઓ ૮ યોજન લાંબી-પહોળી છે. વાવડીઓ ૧૦૦ યોજન લાંબી-પહોળી અને ૧૦ યોજન ઊંડી છે. આ વાવડીઓમાં જલચરો હોય છે – એમ પ્રજ્ઞાપનાના ત્રીજા પદની વૃત્તિમાં કહ્યું છે. ચૈત્યવૃક્ષ અને ઈન્દ્રધ્વજનું પ્રમાણ જીવાજીવાભિગમસૂત્રમાંથી જાણી લેવું. આ ૨૦ પર્વતોનું સ્વરૂપ સ્થાનાંગમાં અને જીવાજીવાભિગમસૂત્રમાં કહ્યું છે.
નંદીશ્વરદ્વીપમાં ચારે વિદિશાઓમાં ૧-૧ રતિકરપર્વત છે. કુલ ૪ રતિકરપર્વતો છે. તેમની ઉપર જિનચૈત્ય નથી. પ્રવચનસારોદ્ધાર વગેરે ગ્રન્થોના મતે નંદીશ્વરદ્વીપમાં ચારે દિશામાં રહેલી ૪-૪ વાવડીઓના આંતરામાં ર-૨ રતિકરપર્વતો છે. એક દિશામાં ૮ રતિકરપર્વતો છે. ચાર દિશામાં ૩૨ રતિકર પર્વતો છે. તેમની ઉપર ૧-૧ જિનચૈત્ય છે. કુલ ૩૨ જિનચૈત્યો છે. રતિકરપર્વતો સર્વત્ર ૧૦,૦૦૦ યોજન લાંબા-પહોળા છે, ૧,000 યોજન ઊંચા છે અને ૨૫0 યોજન ભૂમિમાં અવગાઢ છે, એટલે કે ઝાલરના આકારના છે. આમનું સ્વરૂપ સ્થાનાંગમાં કહ્યું છે.
જિનચૈત્યોની લંબાઈ-પહોળાઈ-ઊંચાઈ
જિનચેત્યો
લંબાઈ પહોળાઈ | ઊંચાઈ દેવલોકના
૧૦) યો. ૫૦ ચો. ૭ર યો. અસુરકુમારના ૫) યો. ૨૫ યો. | ૩૬ યો. નાગકુમાર વગેરે ૨૫ યો. ૧૨ યો. | ૧૮ યો. નવના વ્યંતરના
૧૨ યો. | ૬ યો. | ૯ યો. જ્યોતિષના અને | વિવિધપ્રમાણવાળા તિચ્છલોકના