________________
પર
વિચાર દશમો - આઠમા નંદીશ્વરદ્વીપનો વિચાર
દિશા
વાવડીઓ પૂર્વમાં | દક્ષિણમાં | પશ્ચિમમાં | ઉત્તરમાં પશ્ચિમ | નંદિષેણા | અમોઘા | ગૌસ્તુભા | સુદર્શના ઉત્તર | વિજયા | વૈજયન્તી | જયન્તી | અપરાજિતા
આ વાવડીઓ ૧૦ યોજન ઊંડી છે અને ૧ લાખ યોજન લાંબીપહોળી છે. તેમની પરિધિ જંબૂદ્વીપની પરિધિની સમાન છે. તે નિર્મળ, શીતળ, સ્વાદિષ્ટ પાણીથી ભરેલી છે. તે પ્રાયઃ જલચરરહિત છે. તેમની ચારે દિશામાં ભિન્નભિન્ન મણિના પગથિયાવાળા, મણિના અનેક થાંભલાઓ પર રહેલા, વિવિધ પૂતળીઓવાળા તોરણો છે. દરેક વાવડીની ચારે દિશામાં ૧-૧ વન છે. પૂર્વ વગેરે દિશાના ક્રમે તેમના નામ આ પ્રમાણે છે – અશોકવન, સપ્તચ્છદવન, ચમ્પકવન અને આમ્રવન. કુલ ૬૪ વન છે.
આ વાવડીઓની દરેકની મધ્યમાં ૧-૧ દધિમુખપર્વત છે. કુલ ૧૬ દધિમુખપર્વતો છે. તે ૬૪,000 યોજન ઊંચા છે, ૧,૦૦૦ યોજન ભૂમિમાં અવગાઢ છે, સર્વત્ર ૧૦,૦૦૦ યોજન પહોળા છે. તે પ્યાલા (અનાજની કોઠી)ના આકારના છે. તે ચાંદીના છે. તેમના નામ વાવડીને અનુસારે જાણવા.
૪ અંજનગિરિ અને ૧૬ દધિમુખપર્વતો - આ ૨૦ પર્વતો ઉપર ચાર દ્વારવાળું ૧-૧ જિનચૈત્ય છે. કુલ ૨૦ જિનચૈત્યો છે. મતાંતરે આ ૨૦ જિનચૈત્યો ઉપરાંત ૩૨ રતિકરપર્વતો ઉપર પણ ૧-૧ જિનચૈત્ય છે. તેથી કુલ ૨૦+ ૩૨ = પર જિનચૈત્યો છે. આ જિનચૈત્યો ૧૦૦ યોજન લાંબા, ૫૦ યોજન પહોળા અને ૭૨ યોજન ઊંચા છે. તેમના દરેક દ્વારે મુખમંડપ, પ્રેક્ષામંડપ, ચૈત્યસ્તૂપ, ચૈત્યવૃક્ષ, મહેન્દ્રધ્વજ અને વાવડી – આ છ પદાર્થો છે. મુખમંડપ અને પ્રેક્ષામંડપ ૧૦૦ યોજન લાંબા, ૫૦ યોજન પહોળા