________________
વિચાર દશમો - આઠમા નંદીશ્વરદ્વીપનો વિચાર
વિચાર દશમો - આઠમા નંદીશ્વરદ્વીપનો વિચાર
જંબુદ્વીપથી આઠમો નંદીશ્વરદ્વીપ છે. તે ૧,૬૩,૮૪,૦૦,૦૦૦ યોજન પહોળો છે. તે દેવો અને અસુરોને આનંદ (નંદિ) પમાડનારો છે અને સુંદર જિનમંદિર-ઉદ્યાન-વાવડી-પર્વત વગેરે પદાર્થોની ઋદ્ધિથી સમૃદ્ધ (ઈશ્વર) છે. તેથી તેને નંદીશ્વરદ્વીપ કહેવાય છે. તેમાં ચારે દિશામાં મધ્યમાં ૧-૧ અંજનગિરિ છે. કુલ ૪ અંજનિગરિ છે. તે આ પ્રમાણે –
દિશા
અંજનિરિ
પૂર્વ
દેવરમણ
દક્ષિણ
નિત્યોદ્યોત
પશ્ચિમ
સ્વયંપ્રભ
ઉત્તર
રમણીય
અંજનિગિર ઊભી કરેલી ગાયની પૂછડીના આકારના છે, એટલે કે મૂળમાં પહોળા અને ઉપર સાંકળા છે. તે અંજનરત્નના છે. તે ૮૪,૦૦૦ યોજન ઊંચા છે, ૧,૦૦૦ યોજન ભૂમિમાં અવગાઢ છે અને મૂળમાં ૧૦,૦૦૦ યોજન પહોળા છે, ઉ૫૨ ૧,૦૦૦ યોજન પહોળા છે. તેમની મૂળમાં પિરિધ દેશોન ૩૧,૬૨૩ યોજન છે અને ઉપરની પિરિધિ સાધિક ૩,૧૬૨ યોજન છે. આ ચાર અંજનિગિરની દરેકની ચાર દિશામાં ૧ લાખ યોજન પછી ૧-૧ વાવડી છે. તે આ પ્રમાણે -
દિશા
વાવડીઓ
પૂર્વ
દક્ષિણ
પૂર્વમાં
નંદોત્તરા
ભદ્રા
દક્ષિણમાં
નંદા
વિશાલા
પશ્ચિમમાં
આનંદા
કુમુદા
૫૧
ઉત્તરમાં
નંદિવર્ધના
પુંડરીકિણી