________________
પર્યાપ્તિનો કાળ
૪૧
ત્યાર પછી પ્રાણપર્યાપ્તિ અંતર્મુહૂર્ત પૂર્ણ થાય. ત્યાર પછી ભાષાપર્યાપ્તિ અંતર્મુહૂર્ત પૂર્ણ થાય. ત્યાર પછી મનપર્યાપ્તિ અંતર્મુહૂર્ત પૂર્ણ થાય.
બધી પર્યાપ્તિઓ પૂર્ણ થવાનો કુલ કાળ પણ મોટું અંતર્મુહૂર્ત છે. મનુષ્યો અને તિર્યંચોને વૈક્રિયશરીરમાં અને મનુષ્યોને આહારકશરીરમાં પર્યાપ્તિનો કાળ
બધી પર્યાપ્તિઓ એકસાથે શરૂ થાય. આહારપર્યાપ્તિ પ્રથમ સમયે પૂર્ણ થાય. ત્યાર પછી અંતર્મુહૂર્ત શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછીના સમયે ઇન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછીના સમયે પ્રાણપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછીના સમયે ભાષાપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછીના સમયે મનપર્યાપ્તિ પૂર્ણ થાય.
બધી પર્યાપ્તિઓ પૂર્ણ થવાનો કુલ કાળ પણ મોટું અંતર્મુહૂર્ત છે. દેવો અને નારકોને વૈક્રિયશરીર અને ઉત્તરવૈક્રિયશરીરમાં પર્યાપ્તિનો કાળ -
બધી પર્યાપ્તિઓ એકસાથે શરૂ થાય. આહારપર્યાપ્તિ પ્રથમ સમયે પૂર્ણ થાય. ત્યાર પછી અંતર્મુહૂર્ત શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછીના સમયે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછીના સમયે પ્રાણપર્યાપ્તિ પૂર્ણ થાય.
ત્યાર પછીના સમયે ભાષાપર્યાપ્તિ અને મનપર્યાપ્તિ એકસાથે પૂર્ણ થાય.
બધી પર્યાપ્તિઓ પૂર્ણ થવાનો કુલ કાળ પણ મોટું અંતર્મુહૂર્ત છે.
૧. આ અંતર્મુહૂર્તો અસંખ્ય સમયોના છે.