________________
૪૨
વિચાર આઠમો - કૃષ્ણરાજીઓના સ્વરૂપનો વિચાર
વિચાર આઠમો - કૃષ્ણરાજીઓના સ્વરૂપનો વિચાર
બ્રહ્મલોક નામના પાંચમા દેવલોકમાં ત્રીજા રિષ્ટ પ્રતરમાં સચિત્તઅચિત્ત પૃથ્વીના પરિણામરૂપ ભીંતના આકારે રહેલી ૮ કૃષ્ણરાજીઓ છે. રિષ્ટ પ્રતરના ઈન્દ્રકવિમાનની ચારે દિશામાં બે-બે કૃષ્ણરાજીઓ છે. પૂર્વપશ્ચિમની કૃષ્ણરાજીઓ ઉત્તર-દક્ષિણ લાંબી છે અને પૂર્વપશ્ચિમ પહોળી છે. ઉત્તર-દક્ષિણની કૃષ્ણરાજીઓ પૂર્વ-પશ્ચિમ લાંબી છે અને ઉત્તરદક્ષિણ પહોળી છે. આ કૃષ્ણરાજીઓ અખાડાના આકારે રહેલી છે. પૂર્વપશ્ચિમની બહારની બે કૃષ્ણરાજીઓ પકોણ છે. ઉત્તર-દક્ષિણની બહારની બે કૃષ્ણરાજીઓ ત્રિકોણ છે. અંદરની ચાર કૃષ્ણરાજીઓ લંબચોરસ છે. પૂર્વની અંદરની કૃષ્ણરાજી દક્ષિણની બહારની કૃષ્ણરાજીને સ્પર્શે છે. દક્ષિણની અંદરની કૃષ્ણરાજી પશ્ચિમની બહારની કૃષ્ણરાજીને સ્પર્શે છે. પશ્ચિમની અંદરની કૃષ્ણરાજી ઉત્તરની બહારની કૃષ્ણરાજીને સ્પર્શે છે. ઉત્તરની અંદરની કૃષ્ણરાજી પૂર્વની બહારની કૃષ્ણરાજીને સ્પર્શે છે. આ કૃષ્ણરાજીઓની લંબાઈ અસંખ્ય હાજર યોજન છે, પહોળાઈ સંખ્યાતા હજાર યોજન છે અને પરિધિ અસંખ્ય હજાર યોજન છે. કોઈ દેવ ત્રણ ચપટીમાં જે ગતિથી જેબૂદ્વીપને ૨૧ વાર પ્રદક્ષિણા આપે તે દેવ તે ગતિથી ૧૫ દિવસ સુધી જાય તો એક કૃષ્ણરાજને ઓળંગે અને બીજીને ન ઓળંગે.
ઉત્તરની અને પૂર્વની અંદરની કૃષ્ણરાજીઓના અંતરમાં અર્ચિ વિમાન છે.
પૂર્વની બે કૃષ્ણરાજીઓના અંતરમાં અર્ચિર્માલી વિમાન છે.
પૂર્વની અને દક્ષિણની અંદરની કૃષ્ણરાજીઓના અંતરમાં વૈરોચન વિમાન છે.
દક્ષિણની બે કૃષ્ણરાજીઓના અંતરમાં પ્રભંકર વિમાન છે.