________________
અશાશ્વતજિનપ્રતિમાઓ
સ્થાન તિલોક
શાશ્વતજિનપ્રતિમાઓ
૩,૯૩, ૨૪૦ ૧૫,૪૨,૫૮,૩૮,૦૦૦
કુલ
અશાશ્વતજિનપ્રતિમાઓ
જંબૂદ્વીપમાં, ધાતકીખંડમાં અને પુષ્કરવરાર્ધદ્વીપમાં ભરતક્ષેત્રમાં, ઐરવતક્ષેત્રમાં અને મહાવિદેહક્ષેત્રમાં ગામોમાં, ખાણોમાં અને નગરોમાં જિનચૈત્યોમાં અને ગૃહજિનચૈત્યોમાં દેવોએ બનાવેલી અને મનુષ્યોએ બનાવેલી ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ્ય પ્રમાણવાળી અને જઘન્યથી અંગૂઠાના પર્વ જેટલી ઘણા લાખો કરોડ કરોડ અશાશ્વતજિનપ્રતિમાઓ છે.
દેવોએ બનાવેલ જિનપ્રતિમાઓ - વિદ્યુમ્માલી દેવે બનાવેલી જીવિત મહાવીરસ્વામીની જિનપ્રતિમા વગેરે.
મનુષ્યોએ બનાવેલ જિનપ્રતિમાઓ - ભરતચક્રવર્તીએ અષ્ટાપદ પર્વત ઉપર બનાવેલી ચોવીશ જિનેશ્વરોની જિનપ્રતિમાઓ વગેરે.
એક પણ જિનપ્રતિમાના દર્શન-વંદન-સ્નાત્ર-પૂજા-ધ્યાન વગેરે કરતા ભવ્યજીવોએ વિચારવું કે, “હું ઉપર કહેલી બધી શાશ્વતજિનપ્રતિમાઓ અને અશાશ્વતજિનપ્રતિમાઓના પણ એકસાથે દર્શન-વંદન-સ્નાત્ર-પૂજા-ધ્યાન વગેરે કરું છું.”
उत्तमानां प्रसङ्गेन, लघवो यान्ति गौरवम् । पुष्पमालाप्रसङ्गेन, सूत्रं शिरसि धार्यते ॥
ઉત્તમ પુરુષોના સંગથી નીચપુરુષો પણ ગૌરવને – આદરસત્કારને પામે છે. જેમકે પુષ્પની માળાના સંગથી સૂતરનો દોરો પણ મસ્તક પર ધારણ કરાય છે.