________________
૨૮
પ્રસિદ્ધ મત જિનચૈત્ય છે.
મનુષ્યક્ષેત્રની સીમા કરનારો વલયાકાર માનુષોત્તરપર્વત છે. તેની ઉપર ચારે દિશામાં ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે.
મનુષ્યક્ષેત્રની બહાર કુંડલ દ્વીપની મધ્યમાં વલયાકાર કુંડલપર્વત છે. તેની ઉપર ચારે દિશામાં ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે.
મનુષ્યક્ષેત્રની બહાર રુચક દ્વીપની મધ્યમાં વલયાકાર રુચકપર્વત છે. તેની ઉપર ચારે દિશામાં ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે.
ગ્રન્થકારના મતે વ્યંતર-જયોતિષ સિવાયના ત્રણ લોકના શાશ્વતજિનચૈત્યોસ્થાન
શાશ્વતજિનચેત્યો ઊર્ધ્વલોક
૮૪,૯૭,૦૨૩ અધોલોક
૭,૭૨,૦૦,૦૦૦ તિચ્છલોક
૫૧૧ કુલ
૮,પ૬,૯૭,૫૩૪
(ii) પ્રસિદ્ધ મત - વ્યંતર અને જ્યોતિષમાં અસંખ્ય શાશ્વતજિનચૈત્યો છે. તે સિવાયના ત્રણ લોકમાં ૮,૫૭,૦૦, ૨૮૨ શાશ્વતજિનચૈત્યો છે. તે આ પ્રમાણે –
ઊર્ધ્વલોકમાં ૮૪,૯૭,૦૨૩ શાશ્વતજિનચૈત્યો છે. તે પૂર્વે કહ્યા પ્રમાણે જાણવા.
અધોલોકમાં ૭,૭૨,૦૦,૦૦૦ શાશ્વતજિનચૈત્યો છે. તે પૂર્વે કહ્યા પ્રમાણે જાણવા. તિલોકમાં ૩, ૨૫૯ શાશ્વતજિનચૈત્યો છે. તે પૂર્વે પહેલા