________________
વિચાર પાંચમો - પ્રાસાદોના આકારનો વિચાર દેવો બલિપીઠ પાસે આવીને બલિને મૂકે છે.
મતાંતર-જીવાજીવાભિગમસૂત્રની વૃત્તિમાં વિજયદેવના અધિકારમાં આઠમા સ્થાનમાં બલિપીઠ કહી છે અને નવમા સ્થાનમાં વાવડી કહી છે.
દરેક વિમાનમાં આ નવસ્થાનો ત્રણ ધારવાળા અને નવ કિલ્લાવાળા હોય છે તથા મૂળ પ્રાસાદાવતંસકથી અનુક્રમે ઈશાનખૂણામાં રહેલા છે.
જીવાભિગમ ઉપાંગ, રાજપ્રશ્નીય ઉપાંગ વગેરે ગ્રંથોમાં પણ તે પ્રમાણે કહ્યું છે.
સિદ્ધાયતન અને પાંચ સભાઓમાં પશ્ચિમ સિવાયની ત્રણ દિશાઓમાં ૧-૧ દ્વાર છે. દરેક દ્વારમાં
૧) પહેલા મુખમંડપ છે. ૨) તેની આગળ પ્રેક્ષામંડપ છે.
૩) તેની આગળ સૂપ છે. તે સ્તૂપની ઉપર અષ્ટમંગલ છે. સ્તૂપની ચારે દિશાઓમાં ચાર મણિપીઠિકાઓ છે. દરેક મણિપીઠિકાની ઉપર સૂપને અભિમુખ ૧-૧ જિનપ્રતિમા છે. તે આ પ્રમાણે - ઋષભ, વર્ધમાન, ચંદ્રાનન અને વારિષેણ.
૪) તેની આગળ ચૈત્યવૃક્ષ છે. પ) તેની આગળ ઈન્દ્રધ્વજ છે. ૬) તેની આગળ જલથી ભરેલી વાવડી છે.
પૂર્વે કહેલા ૯ સ્થાનો અને ઉપર કહેલા ૬ સ્થાનોના પ્રમાણ રાજપ્રશ્નીય ઉપાંગ વગેરેમાંથી જાણી લેવા.
સૌધર્મદેવલોકના (વૈમાનિકદેવલોકના) વિમાનોની ચારે બાજુ કિલ્લો છે. તે 300 યોજન ઊંચો છે, મૂળમાં ૧૦૦ યોજન પહોળો છે, મધ્યમાં ૫૦ યોજન પહોળો છે અને ઉપર ૨૫ યોજન પહોળો છે.