________________
૩૩
વિચાર પાંચમો - પ્રાસાદોના આકારનો વિચાર ભવનપતિનિકાયના ભવનોમાં આ કિલ્લાની ઊંચાઈ અને પહોળાઈ અડધી છે. કિલ્લાની અંદર મધ્યમાં “ઉપકારિકાલયન' નામની પીઠિકા છે. તેની મધ્યમાં અધિપતિ દેવના ક્યાંક ૮૫ પ્રાસાદો છે, ક્યાંક ૩૪૧ પ્રાસાદો છે અને ક્યાંક ૧,૩૬૫ પ્રાસાદો છે. તે આ પ્રમાણે -
૧) સર્વમધ્યવર્તી મૂળપ્રાસાદાવતંકની ચારે દિશામાં ૧-૧ પ્રાસાદાવતુંસક છે. કુલ ૧ + ૪ = ૫ પ્રાસાદાવતંતક થયા.
૨) આ ચાર પ્રાસાદોની દરેકની ચારે દિશામાં ૧-૧ પ્રાસાદ છે. કુલ ૫ + ૧૬ = ૨૧ પ્રાસાદો થયા. ( ૩) આ ૧૬ પ્રાસાદોની દરેકની ચારે દિશામાં ૧-૧ પ્રાસાદ છે. કુલ ૨૧ + ૬૪ = ૮૫ પ્રાસાદો થયા.
૪) આ ૬૪ પ્રાસાદોની દરેકની ચારે દિશામાં ૧-૧ પ્રાસાદ છે. કુલ ૮૫ + ૨૫૬ = ૩૪૧ પ્રાસાદો થયા.
૫) આ ર૫૬ પ્રાસાદોની દરેકની ચારે દિશામાં ૧-૧ પ્રાસાદ છે. કુલ ૩૪૧ + ૧,૦૨૪ = ૧,૩૬પ પ્રાસાદો થયા.
પ્રાસાદોની પાંચે પંક્તિઓમાં ઉત્તરોત્તર પંક્તિઓના પ્રાસાદો પૂર્વ પૂર્વ પંક્તિના પ્રાસાદો કરતા લંબાઈ-પહોળાઈ-ઊંચાઈમાં અડધા પ્રમાણવાળા છે. એટલે કે જ્યાં મૂળ પ્રાસાદાવતંકની લંબાઈ-પહોળાઈઊંચાઈ પ00 યોજન હોય ત્યાં પહેલી પંક્તિના પ્રાસાદોની લંબાઈપહોળાઈ-ઊંચાઈ ૨૫૦ યોજન હોય, બીજી પંક્તિના પ્રાસાદોની લંબાઈપહોળાઈ-ઊંચાઈ ૧૨૫ યોજન હોય, ત્રીજી પંક્તિના પ્રાસાદોની લંબાઈ-પહોળાઈ-ઊંચાઈ ૬૨ યોજન હોય, ચોથી પંક્તિના પ્રાસાદોની લંબાઈ-પહોળાઈ-ઊંચાઈ ૩૧ યોજન હોય, પાંચમી પંક્તિના પ્રાસાદોની લંબાઈ-પહોળાઈ-ઊંચાઈ ૧૫ યોજન હોય.