Book Title: Vichar Saptatika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 50
________________ વિચાર છટ્ઠો-છ દિશાઓમાં સૂર્યના કિરણોના પ્રસારનો વિચાર વિચાર છટ્ઠો-છ દિશાઓમાં સૂર્યના કિરણોના પ્રસારનો વિચાર મેરુપર્વતની ચારે બાજુ પ્રદક્ષિણાક્રમે ભમતા સૂર્યની પાછળ પૂર્વદિશા છે, આગળ પશ્ચિમદિશા છે, જમણા હાથે મેરુપર્વત છે, ડાબા હાથે લવણસમુદ્ર છે. આ સૂર્યની દિશાઓ છે, લોકોની દિશાઓ નહીં. ૩૫ લોકોની દિશાઓ સૂર્યની અપેક્ષાએ થાય છે. બધા ક્ષેત્રોમાં તે તાપદિશાઓ કહેવાય છે. ક્ષેત્રદિશાઓ સ્વાભાવિક દિશાઓ છે. મેરુપર્વતની મધ્યમાં સમભૂતલે ગાયના સ્તનના આકારે આઠ આકાશપ્રદેશો છે. તે રુચકપ્રદેશો કહેવાય છે. ત્યાંથી ક્ષેત્રદિશાઓની શરૂઆત થાય છે. તેમાં પૂર્વ વગેરે ચાર મહાદિશાઓ બે પ્રદેશથી શરૂ થનારી, ઉત્તરોત્તર બે પ્રદેશોની વૃદ્ધિવાળી અને ગાડાની ઉધના આકારે રહેલી છે. ચાર વિદિશાઓ એક પ્રદેશથી શરૂ થનારી અને મોતીની પંક્તિના આકારની છે. ઊર્ધ્વદિશા અને અધોદિશા ચાર-ચાર પ્રદેશવાળી છે. તેથી જંબુદ્રીપની જગતીમાં વિજયદ્વાર પૂર્વદિશામાં છે, વૈજયન્તદ્વાર દક્ષિણદિશામાં છે, જયન્તદ્વાર પશ્ચિમદિશામાં છે, અપરાજિતદ્વાર ઉત્તરદિશામાં છે. કર્કસંક્રાન્તિના પહેલા દિવસે સૂર્યના કિરણોનો પ્રસાર પૂર્વમાં ૪૭,૨૬૩ ૨ યોજન સુધી છે અને પશ્ચિમમાં ૪૭,૨૬૩ ૩ યોજન સુધી છે. ત્યારે ઉદયાસ્તનું અંતર =૪૭,૨૬૩ ૦ + ૪૭,૨૬૩ = ૯૪,૫૨૬૪૨ યોજન છે. ૬૦ ૨૧ કર્કસંક્રાન્તિના પહેલા દિવસે સૂર્ય પહેલા મંડલમાં છે. સૂર્યનું પહેલું મંડલ જંબુદ્વીપની જગતીથી ૧૮૦ યોજન અંદર પ્રવેશેલું છે. તેથી ઉત્તરમાં સૂર્યના કિરણોનો પ્રસાર મેરુપર્વત સુધી છે, એટલે કે ૪૫,૦૦૦ - ૧૮૦ = ૪૪,૮૨૦ યોજન સુધી છે. જોકે મંડલની સમશ્રેણીએ

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110