________________
વિચાર પાંચમો - પ્રાસાદોના આકારનો વિચાર
૩૧
વિચાર પાંચમો - પ્રાસાદોના આકારનો વિચાર
૧) દેવતાના મૂળ પ્રાસાદાવતંસકથી ઈશાનખૂણામાં સુધર્માસભા છે. તે કચેરી જેવી હોય છે. તેમાં માણવક ચૈત્યસ્તંભો હોય છે. તેમાં તીર્થંકરોની દાઢાવાળી પેટીઓ હોય છે.
૨) સુધર્મસભાથી ઈશાનખૂણામાં સિદ્ધાયતન (જિનાલય) છે. ૩)
સિદ્ધાયતનથી ઈશાનખૂણામાં ઉપપાતસભા છે. તેમાં તે તે વિમાનના દેવો ઉત્પન્ન થાય છે.
૪) ઉપપાતસભાથી ઈશાનખૂણામાં નિર્મળ પાણીવાળું સરોવર છે. તેમાં દેવો સ્નાન કરે છે.
૫) સરોવરથી ઈશાનખૂણામાં અભિષેકસભા છે. તેમાં દેવો તે તે વિમાનના અધિપતિદેવોનો અભિષેક કરે છે.
૬) અભિષેકસભાથી ઈશાનખૂણામાં અલંકારસભા છે. તેમાં અભિષેક પછી દેવો અલંકાર પહેરે છે.
૭) અલંકારસભાથી ઈશાનખૂણામાં વ્યવસાયસભા છે. તેમાં રહેલા પુસ્તક વગેરેને વાંચીને દેવો ધાર્મિક વ્યવસાય વગેરે કરે છે.
૮) વ્યવસાયસભાથી ઈશાનખૂણામાં નંદા પુષ્કરિણી (વાવડી) છે. તેમાં હાથ-પગ ધોઈને તેમાં ઉત્પન્ન થયેલા કમળો લઈને જિનાલયમાં આવીને દેવો ગભારામાં રહેલી ૫૦૦ ધનુષ્ય ઊંચી ૧૦૮ જિનપ્રતિમાઓની ૧૭ પ્રકારી વગેરે પૂજા કરે છે, સ્તુતિ કરે છે, નમસ્કાર કરે છે અને શક્રસ્તવ બોલે છે. ત્યારપછી દેવો સંપૂર્ણ વિમાનને ચંદનના છંટકાવથી પૂજે છે.
૯) નંદાપુષ્કરિણીથી ઈશાનખૂણામાં બલિપીઠ છે. વિમાનને પૂજીને