________________
સંગઠન.
૧૪
સળગતા કલહાનલને શમાવવામાં ખરેજ કાયર બની ગયા છે. આ કાયરતા તેમના બુદ્ધિ-બ્રશને એટલી આભારી નથી, જેટલી તેમની કુસંપત્તિને આભારી છે. “શિયાળ તાણે સીમ ભણ ને કુતરૂં તાણે ગામ ભણી વાળી દશા જે સમાજમાં વર્તતી હોય, તેની શી સ્થિતિ થાય !
કઈ પણ તકરારને ફેંસલો લાવવા માટે સર્વપ્રથમ મધ્યસ્થવૃત્તિ ધારણ કરવાની જરૂર છે. અને “સાચું તે મારું ” એવું ઉદાર મન રાખવાની જરૂર છે. જ્યાં અભિનિવેશ, પક્ષ-મેહ યા મતાન્ધતા હોય ત્યાં સંતોષકારક પરિણામ ન જ આવે, સમાધાન કયાંથી થાય? ડાહ્યા માણસનું કામ એજ હેય કે, સમાજ-હિતની આગળ તેઓ પિતાને પક્ષ મેહ જ તે કરે, અને તટસ્થ દ્રષ્ટિએ સ્વામી બાજુને વિચાર કરતાં પોતાનો પક્ષ નબળો જણાય તે તત્કાળ તેને ત્યાગ કરી હામાની ખરી વાતને ગ્રહણ કરે. અહંકાર–વિવશ થઈ પિતાને કકકે ખરે કરવા જતાં સમાજ-હિત છુંદાઈ જવાનું જે ઘોર પાપ લાગે છે, એને વિચાર કરવામાં આવે અને એવા પાપથી ડરવામાં આવે તે એવા પાપ–ભીરૂઓની બેઠકમાં અશાન્તિવાળું પરિણામ આવવાને ભાગ્યે જ સંભવ રહે.
આ દેશનું શાસન અને વ્યવસ્થાપન ૫૦૦૦ માઈલ જેટલે દૂર રહેનારાઓ કેવી ખૂબીથી કરે છે, જ્યારે જેને પિતાનાજ સમાજની પણ વ્યવસ્થા કરવા જેટલું સામર્થ્ય ફેરવી શકતા નથી! જે સમાજના પૂર્વવત મહાનુભાવોએ હટાં મોટાં રાજ્યનાં શાસક-મસ્ત્રી-પ્રધાન પદને દીપાવ્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com