________________
-
A
A
A
A
વીર–ધર્મને પુનરુદ્ધાર. દુર્બળ અને રોગાત્ત હોય ત્યાં પછી તેમની સંતતિ નિર્માલ્ય જ પેદા થાય,એમાં પૂછવું જ શું? બાલ-મૃત્યુની અધિકતાનું કારણ, અધિકતર કન્યાઓનું જ્હાની ઉમ્મરમાં માતા બની જવું એ છે. જે દેશમાં બાલ-વિવાહની પ્રથા છે, તે દેશમાં બાલમૃત્યુની સંખ્યા વિશેષ છે. ભારતવર્ષમાં બાલમૃત્યુ-સંખ્યા બીજા દેશે કરતાં બહુ વધારે છે, અને તેનું પ્રધાન કારણ બાલવિવાહની પ્રથા પણ છે.
લઘુ વયમાં બાળકને ખાંધે લગ્નનું ધુંસરું નાંખવું એ ખરેખર તેમની જિન્દગીમાં વિષમ શલ્ય ઘુસેડવા બરાબર છે. કાચી ઉમ્મરમાં બાળકને વિષયરૂપી આગમાં પટકવા એ તેમની ઉપર ઓછો અત્યાચાર ન ગણાય. હાની ઉમ્મરમાં બાળકને પરણાવનારા માબાપ તે બાળકની આખી જિન્દગી ઉપર પાણી ફેરવવાનું અધમ કૃત્ય કરે છે, કે જે એક દુશમન પણ ન કરી શકે. શરીરની જડ પરિપકવ થયા પહેલાં કુમાર-કુમારીને વિવાહના બન્ધનમાં નાંખવા એ કુદરતની હામે ખરેખર હુમલો કરવા જેવું છે. લગાર વિચાર કરવાનો વિષય છે કે–તળાવમાં પાણી ભરાતું હોય, તે વખતે બીજી તરફથી પાણીને નિકળવાને રસ્તે આપવામાં આવે, તે તે તળાવ પાણીથી ભરાવાનું કે? એગ્ય ઉમ્મરે પહોંચ્યા પહેલાં વિવાહિત રીતે યા ઉછુખલા રીતે પોતાના સવને ક્ષય કરે એ ખરેખર પોતાના જીવન પર કુઠારાઘાત કરવા જેવું છે. એમ કર્યોથી આગળ શી રીતે
જીવી શકાશે? શારીરિક આરામ શી રીતે લઈ શકાશે? જિગીના વહેવાર વચ્ચે શી રીતે ઉભી શકાશે ? અરે,
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat