________________
લગ્ન-સંસ્થા.
૩૭ જિન્દગીને તકલાદી બનાવવાની આ કેવી મૂર્ખતા ! બલ-ક્ષય થયા પછી, યાદ રહે કે ગમે તેટલા માલતી, મકરધ્વજ કે ચન્દ્રોદય જેવા રાસાયણિક પદાર્થો સેવવામાં આવે, અને ગરમાગરમ બદામના હલવા–શિરા ઉડાવવામાં આવે કે ગરમાગરમ કહેલાં મસાલાદાર કેશરીયાં દૂધ પીવામાં આવે, પણ શરીરને નષ્ટ થયેલ બાંધે ફરી બંધાવાને નથી.જેણે પોતાનું સર્વ જાળવ્યું છે તેને સૂકા રોટલા પણ મકરધ્વજ-સમાન છે અને જેણે પોતાના શરીરના મોભને ઉખેડી નાંખે છે તેને માટે ગમે તેવા પૌષ્ટિક પદાર્થો પણ નિરર્થક છે. વીશ વર્ષની ભરજુવાનીમાં જુવાનીયા કેવા શકિતશાળી, કેવા તેજસ્વી નિકળવા જોઈએ, તેને બદલે આજના યુવકે તેટલી ઉમ્મરમાં અધિકાંશ પીળા પચકી ગયેલા, ચહેરા ઉપરથી નુર ગુમાવી બેઠેલા અને કમતાકાત લેવામાં આવે છે. જે યુવકેમાંથી દેશનું સેના–દળ ઉભું કરવાની આશા રખાતી હોય તે જ યુવકોની આ દશા ! ખરેખર અસમયમાં રેવંસ થતાં, અર્થાત્ શરીરરૂપી શેલીમાંથી રસ નિકળી જતાં શરીર, શેલના કૂચા સરખું બની જાય છે. શરીરરૂપી દહીંમાંથી સત્વરૂપી માખણ નિકળી જતાં શરીર છાશના પાણી સરખું નિઃસત્ત્વ બની જાય છે. બ્રહ્મચર્યની અગાધ શક્તિ છે. અને તે યોગ્ય ઉમ્મર સુધી સાચવવામાં આવે અને વિવાહિત થયા બાદ પણ મર્યાદિત રીતે ગૃહસ્થાશ્રમનું પાલન કરવામાં આવે તે જિન્દગી–પર્યત આનન્દના કલેલ ઉડે, એમાં શક નથી. “ જો મrga' , વેદ્યગ્રન્થ “ભાવપ્રકાશ” નું વચન ઋતુકાળમાં જ પત્ની-ગ કરવાનું ગૃહરને દર્શાવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com