________________
૪
વીર-ધર્મના પુનરુદ્ધાર.
ભારે શ્રાપરૂપ ગણાય. નારી–જીવનમાં જ્ઞાન–દીપક પ્રગટયા વગર જગ અન્ધકાર કદી દૂર ન થઈ શકે. નવ મહીના સુધી બાળકને પેાતાની કુક્ષિમાં ધારી રાખનારી માતા છે. તેને જન્મ આપીને પછી ઉછેરનારી–પેાષનારી માતા છે. માતાના જ ખેાળામાં લાંબા કાળ સુધી બાળક પળે છે, અને તેણીના જ અધિક સહવાસમાં તે મ્હાટુ થાય છે. આજ કારણ છે કે, માતાના સંસ્કારી બાળકમાં ઉતરે છે. માતા જો સુસંસ્કારશાલિની હાય, તેા બાળકના જીવનમાં સારા સંસ્કારા ઉતરે છે. માતાના વિચાર, વાણી અને વન ઉચ્ચ હાય, તે તેના સુંદર વારસા બાળકને પ્રાપ્ત થાય છે. ઉચ્ચ માતાનું ઉચ્ચ વાતાવરણ બાળકને ઉચ્ચગામી બનાવે છે, અને ‘અકસ્માત્’ વચ્ચે ન આવી પડે તે તેને આખા જીવન–પ્રવાસ આદશ રૂપ બની જાય છે. ખરેખર બાળક-ખાળિકાએની સુધારણાના મુખ્ય આધાર માતા જ ઉપર રહેલા છે. એટલે દરેક માતાએ પેાતાની જાતને માટે, પેાતાનાં બાળકોને માટે અને પેાતાના કુટુમ્બ-પરિવાર માટે વિચાર, વાણી અને આચરણમાં ઉચ્ચ બનવું પરમ આવશ્યક છે, અને સમાજ તથા દેશના કલ્યાણ માટે આશીર્વાદરૂપ છે. પણ આ ઉચ્ચતા આદશ શિક્ષણ વગર નજ આવી શકે. સુતરાં, સ્ત્રીશિક્ષણની અનિવાય આવશ્યકતા છે. પાશ્ચાત્ય તત્ત્વવેત્તા સ્માઈલ્સ કહે છે કે—
If the moral character of the people mainly depends upon the education of the home, then. the education of women is to be matter of national importance.
regarded as a
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com