Book Title: Veer Dharmno Punaruddhar
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 170
________________ અનિમ ઉગારે. ૧૫ આમ ઉપયોગિતાવાદની દિશા સમજવામાં આવે અને કઈ પણ સિદ્ધાન્તનું દષ્ટિ-કેણુ માનસશાસ્ત્રની પદ્ધતિથી વિચારવામાં આવે તે સાંપ્રદાયિક કલહ ઘણે ભાગે રફા–દકા થઈ જાય. મૂર્તિનિષેધક અને મૂર્તિપૂજક એ બધાઓના ધાર્મિક જીવનનું લક્ષ્યબિન્દુ એકજ છે, અને તે જીવનશુદ્ધિ અથવા કષાયશાન્તિ છે. એને માટે ભાવિકે ભિન્નભિન્ન સાધનેને અવલંબે છે. તેમાં મૂર્તિપૂજન પણ એક આલંબન જ છે. એનું અવલંબન લેનારા શું ગેરવ્યાજબી કરે છે, એ કઈ બતાવી આપશે કે? આ જ પ્રમાણે કષાયશાન્તિ માટે મૂર્તિપૂજન કરનાર, બીજા શબ્દમાં મૂર્તિપૂજન દ્વારા કષાયશમનને અભ્યાસ કરનાર, ને પારકી પંચાતમાં પી મૂર્તિપૂજ નહિ કરવાના કારણે બીજા સાથે વિરોધ જગવે તે તે મૂર્તિપૂજાથી મેળવવાનું ગુમાવી બેસે. મહાવીરનું શાસન મુખ્યત્યા વીતરાગ-ધમને પ્રાધે છે. મહાવીર ભગવાનના પ્રવચનમાં જ્યાં જેશે ત્યાં બધે ક્ષમા અને સમતાના વહેળા વહી રહ્યા છે. ખુદ મહાવીરે પોતાની સાધકદશામાં પણ અપૂર્વ સમતા અને અભુત ક્ષમા ધારણ કરી હતી, અને કરડવા તથા પૂજવા માટે પગે લાગનાર મહાવિષધર સપ અને બત્રીસ લાખ વિમાનેના સમ્રાટું સૌધર્મેન્દ્ર પર એક સરખી મને વૃત્તિ રાખી હતી, તેમજ એક રાત્રિમાં અતિશય દારૂણ વીશ ઉપસર્ગો કરનાર “સંગમદેવ”ઉપર પણ તેમનું હદય એવું દયાદ્ધ બની ગયું હતું કે તેમની આંખમાં આંસ બાવી ગયાં હતાં. આવા ક્ષમાવીર, વર્ધમાનના વચનમાં ક્યાંય પણ કટુતાને સંભવ હોઈ શકે ખરા!કઈ વિશ્વમાં 10 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180