________________
૧૪૬
વીર–ધર્મને પુનરુદ્ધાર. ઉપર તેણે કટાક્ષ કર્યો નથી, કેઈને પણ તરછોડ નથી અને કેઈને કડવું વેણ કહ્યું નથી. એવા સમતાધારી, વીતરાગ દેવના ઉપાસકે આજે મૂર્તિપૂજાદિ બાબતેને અંગે અન્દર અન્દર લવ મરે એ કેટલું શેચનીય છે ! મારે ખુલ્લંખુલ્લા કહી નાંખવું જોઈએ કે આવા ઝગડાઓ કરીને મહાવીરના ઉપાસકો મહાવીરના ધર્મને વગોવે છે અને મહાવીરના શાસનને હીણપ લગાડે છે. વાતમાં ભલીવાર નહિ, અને ફિજૂલ ઝગડા ઉભા કરી શાસનની દુર્ગતિ કરવી એ અવ્વલ દર્જાની મૂર્ખતા નહિ તે બીજું શું કહેવાય?
શ્વેતામ્બર-દિગમ્બરે આ વાતને સમજી જાય કે, વીતરાગ દેવ ને નગ્ન હોય છે, ન અનગ્ન હોય છે, કિન્તુ તેઓ નગ્નનગ્ન હોય છે. નગ્ન એટલા માટે નથી કે તેમનું નગ્નત્વ દેખાતું નથી; અનન એટલા માટે નથી કે તેઓ વસ્તૃત નગ્ન હોય છે. આ વાત સમજાઈ જાય તે દિગમ્બરોને તામ્બરમતિ અને શ્વેતામ્બરેને દિગમ્બર-મૂર્તિ અવન્ત ન કરે. એટલે પછી, તીર્થોને અંગે એ બને વર્ગોમાં જે ઝગડા-રગડા ફેલાયેલા છે તે સત્વર નાબુદ થઈ જઈ પરસ્પર સહાનુભૂતિના ભાવ જાગ્રત થશે. એ બને કેમમાં વેર-ઝેર દૂર થઈ પરસ્પર ભ્રાતૃભાવને સાચો ભાવ પ્રગટ થાય તો સંધ-બળ કેટલું વધે ! અને મહાવીરના શાસનની કેટલી ઉન્નતિ થાય! તે બને વર્ગોમાંના તાહા સજજને સમજી શકે તેમ છે કે , વેતામ્બર-દિગમ્બરોને વિરાધ-ભાવ પ્રસરવામાં દુરાગ્રહ અને અજ્ઞાન સિવાય બીજું કંઈ કારણ નથી. તેઓ બને અર્ધન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com