Book Title: Veer Dharmno Punaruddhar
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 173
________________ ૧૪૮ વીર-ધર્મને પુનરુદ્ધાર. ચમાર કે ચાંડાળ પણ કરી શકે છે. મનુષ્યમાત્રને માટે મુક્તિનું દ્વાર ખુલ્લું છે. જેમ પુરૂ જ્ઞાન-દર્શનચારિત્રની પરાકાષ્ઠાએ પહોંચી શકે છે, અને પૂર્વ-જ્ઞાન, શ્રેણિ તથા શુકલધ્યાનના અતિમ શિખરે જઈ ચઢે છે, તેમ સ્ત્રીઓ પણ તે કાષ્ઠાએ અને તે શિખર સુધી પહોંચી શકે છે. સર્વ કર્મજાળથી મુક્ત થઈ કેવલ્ય દશાએ પહોંચવું એ એક પુરૂષ જાતિનેજ માટે રજીષ્ટર' નથી થયું, સ્ત્રી–જાતિ પણ તે દશાએ પહોંચી શકે છે. મહાવીરને આ અવાજ કેટલું મહત્ત્વપૂર્ણ છે એ જરા શાંત ચિત્તે વિચારવાની જ છે. આ અવાજે તત્કાલીન હિન્દુ સમાજમાં હેટ ખળભળાટ મચાવી મૂકયો હતો. આ અવાજે તત્કાલીન ગુરૂડમ-વાદના–પાખંડને હચમચાવી નાંખ્યું હતું. મહાવીરની આ સામ્ય-ઘોષણાએ વૈષમ્યવાદની વિષમ જંજીરે તેડી દઈ મનુષ્યમાત્રને પોતાના માનષિક હકકેનું ભાન કરાવ્યું છે. મહાવીરને કમપેગ તત્કાલીન પ્રજામાં છવાયેલાં અન્ધશ્રદ્ધા, ક્રિયાજડતા, જાત્યભિમાન, વિષમભાવ અને ધર્મ-પાખંડનાં દુઃખમય વાદળાને વિખેરી નાંખવામાં વિજયવંત નિવડયો છે. આ અભ્યાધુન્ધીને ઉડાવી દેવામાં મહાવીરના શાસનની વિશિષ્ટતા છે. મહાવીરના શાસનની આ અદભુત ઉદારતા છે. આ ઉદારતા મહાવીરપ્રવચનને સર્વોત્તમ શૃંગાર છે. વીર–શાસનને સર્વાતિશાયી મહિમા આ વિશાળ ભાવનાને આભારી છે. મહાવીર જેવા ઉધાર આત્માનું શાસન પણ ઉદાર જ હોય એમાં કહેવું જ શું? ખરેખર મહાવીરના સામ્યવાદે જગતના ધાર્મિક www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180