Book Title: Veer Dharmno Punaruddhar
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 175
________________ વીર–ધમના પુનરુદ્ધાર. શાસનની નૌકા ખરાબે ચઢી ગઇ છે. વીરના ભકતાની આ વીરભક્તિ ! મહાવીરના ઉપાસકેાની આ શાસન–સેવા ! ખરેખર અજ્ઞાનનાં પડળ આપણુને ઉધે રસ્તે દોરી રહ્યાં છે અને દિવસે દિવસે આપણે આપણીછિન્ન-ભિન્ન દશા વધારતા જઈએ છીએ. સમાજ સી રહ્યો છે અને શાસન નિસ્તેજ થતું ચાલ્યુ છે. આ શાચનીય દશા પર વીર–ભા જરા ધ્યાન આપશે કે ? ફિરકાએના ઝગડા,ગચ્છાના ઝગડા, નાત-જાતના ઝગડા, ધમસ્થાનાના ઝગડા, તીર્થાના ઝગડા, સાધુઓના ઝગડા, સાધ્વીઓના ઝગડા, શ્રાવકાના ઝગડા, સંઘના ઝઘડા એમ જૈનશાસનના ગગનાંગણમાં સવત્ર કલહ–ક કાસનાં, કુસ ંપનાં, વેર-ઝેરનાં, ઇર્ષ્યા-દ્વેષ અને અદેખાઈનાં ઘનઘેાર વાદળ છવાઇ રહ્યાં છે. પૈસે-ટકે સમાજ ઘસાતા જાય છે. :ગરીબાઇના ત્રાસ નૈનાને ખુવાર કરતા જાય છે. મળમાં, બુદ્ધિમાં અને લાગવગમાં જૈનો પછાત પડી ગયા છે. વિદ્યા અને મળના પ્રચાર કરવા તરફ જૈન સરદારાનાં આંખમીચામણાં છે. પરિણામ એ આવે છે કે વર્ષોં-દહાડે જૈન કામમાંથી સાત–આઠ હજારના ઘાણ વળતા જાય છે. જ્યારે નવા જૈનના ઉમેરા તા. આકાશમાં ! જે સમાજ નાતજાતના અનેક ટુકડાઓમાં ખેંચાઈ ગયા હોય, ખળ તથા કૌવત ગુમાવી નબળાઈના ભાગ થઈ પડયા હોય અને કુસ’પની શડભડતી આગમાં ખદખદી રહ્યો હોય તે સમાજનું' ભવિષ્ય કેવુ' કલ્પવુ ? ઉર્ફે ! નજર ઉઘાડીને જોવાની પણ કયાં નવરાશ છે કે સમાજનાં ગાડાં કયાં હું કાઈ રહ્યાં છે ! આ ! શાસનદેવ! વિનાશના પંથે જતાં સમાજને બચાવ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ૧૫૦

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180